ડ્રગ્સ કેસને લીધે શાહરૂખની પઠાણનું શૂટિંગ ટલ્લે ચઢ્યું
મુંબઈ, ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનના પકડાયા બાદ સુપર સ્ટાર શાહરૂખખાનની મુશ્કેલી વધી ગઈ છે. આ મામલાના કારણે શાહરૂખખાનની આગામી ફિલ્મ પઠાણનુ શૂટિંગ પણ કેન્સલ કરી દેવાયુ હોવાનુ બહાર આવ્યુ છે.
શાહરૂખ ખાન લાંબા સમય બાદ આ ફિલ્મથી પરદા પર વાપસી કરી રહ્યા છે ત્યારે હવે આર્યનખાનને એનસીબીએ ડ્રગ્સ કેસમાં પક્ડયો હોવાથી શાહરૂખ ખાનની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહરૂખખાન અને દિપિકા ફિલ્મના કેટલાક હિસ્સાના શૂટિંગ માટે સ્પેન જવાના હતા અને એ પછી કેટલાક એક્શન સીનનુ શૂટિંગ થવાનુ હતુ પણ આર્યન ખાન ડ્રગ્સ કેસના કારણે નિર્માતાઓએ શૂટિંગ પાછુ ઠેલી દીધુ છે.
શાહરૂખનો પુત્ર આર્યન હાલમાં એનસીબીની કસ્ટડીમાં છે. તેની કસ્ટડી ૭ ઓક્ટોબરે પૂરી થવા જઈ રહી છે. એવુ મનાય છે કે, કાલે સુનાવણી બાદ તેને જામીન મળી જવાના છે. બીજી તરફ પઠાણ ફિલ્મના નિર્માતાઓએ શાહરૂખખાન વગર ફિલ્મનુ શૂટિંગ આગળ નહીં ધપાવવાનો ર્નિણય લીધો છે. નિર્માતાઓ રાહ જાેઈ રહ્યા છે કે, મુંબઈમાં સ્થિતિ થાળે પડે.SSS