ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાજ ખાનની જામીન અરજી રદ
મુંબઇ: અભિનેતા એજાજ ખાનની જામીન અરજીને મુંબઇની એક અદાલતે રદ કરી દીધી છે તેને ડ્રગ્સ કેસમાં પકડવામાં આવ્યા હતાં. નારકોટિકસ નિયંત્રણ બ્યુરો (એનસીબીએ) તેની ધરપકડ કરી હતી. ડ્રગ્સ તસ્કર શાદાબ બટાટાની પુછપરછ દરમિયાન એજાજનું નામ સામે આવ્યું હતું. પહેલા બટાટાની ધરપકડ થઇ હતી ત્યારબાદ તપાસ એજન્સીએ એજાજની પુછપરછ કરી અને તેમનું નિવેદન નોંધ્યું હતું.
એજાજ ખાનને ૩૧ માર્ચે મુંબઇ વિમાની મથકે પકડવામાં આવ્યો હતો. એનસીબીએ એજાજને લઇ અંધેરી અને લોખંડવાલાના અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન પણ ચલાવ્યા હતાં. જાે કે એજાજનું કહેવું હતું કે તેના ઘરમાંથી ફકત ચાર ઉધની ગોળીઓ મળી હતી. તેનું કહેવુ છે કે
મારી પત્નીનું ગર્ભપાત થયું હતું અને તે આ ગોળીઓનો ઉપયોગ ડિપ્રેશનથી બહાર આવવા માટે કરી રહી હતી.
એજાજે કહ્યું હતું કે મેં ડ્રગ્સ કયારેય લીધુ નથી ઘરમાં તપાસ કરવા છતાં પણ કંઇ મળ્યુ નથી આમ છતાં મને ફસાવવામાં આવી રહ્યો છે.
એ યાદ રહે કે એજાજ ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુકયો છે તેણે બિગ બોસ સીજન ૭માં ભાગ લીધો હતો આ પહેલા એજાજ ફેસબુક પર વાધાંજનક પોસ્ટ કરવાના મામલે પણ ફસાયો હતો અને તેની ધરપકડ પણ થઇ ચુકી છે.