Western Times News

Gujarati News

ડ્રગ્સ કેસમાં આર્યનના વધુ એક મિત્રની ધરપકડ કરવામાં આવી

મુંબઈ, ડ્રગ્સ કેસ ધરપકડ કરાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી સતત વધી રહી છે. સોમવારે કોર્ટે આર્યનની જામીન અરજી નકારતા તેને ૭ ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તો બીજીતરફ એનસીબીએ આર્યનના એક મિત્ર શ્રેયસ નાયરની પણ ધરપકડ કરી છે.

જાણવા મળી રહ્યું છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને શ્રેયસ નાયર ત્રણે સ્કૂલ સમયના મિત્રો છે. શ્રેયસનું નામ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટના મોબાઇલ ચેટમાં સામે આવ્યું છે. સૂત્રો પ્રમાણે શ્રેયસ નાયર પણ રેવ પાર્ટીમાં જવાનો હતો, પરંતુ તે કોઈ કારણોસર જઈ શક્યો નહીં. આ માટે એનસીબીએ રવિવારે મોડી સાંજે શ્રેયસને કસ્ટડીમાં લીધો હતો. કલાકોની પૂછપરછ બાદ સોમવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

એનસીબીએ સોમવારે એક હાઈ પ્રોફાઇલ ડ્રગ પેડલરને પણ ઇન્ટરસેપ્ટ કર્યો. આ તે ડ્રગ પેડલર છે જેણે રેવ પાર્ટીમાં ડ્રગ સપ્લાય કરી હતી. એજન્સીને તેની પાસેથી એમડીએમએની ગોળીઓ સિવાય મેફેડ્રોન ડ્રગ્સ મળી આવી છે. જાણવા મળી રહ્યું છે કે ડ્રગ્સ સપ્લાયનો ઓર્ડર લેવા માટે આ પેડલર ડાર્કનેટનો ઉપયોગ કરતો હતો અને તેનું પેમેન્ટ બિટકોઇનથી લેતો હતો.

હકીકતમાં પાર્ટીના આયોજકોએ અરબાઝ મર્ચન્ટ માટે અલગથી ખાસ કમ્પ્લેમેન્ટ્રી રૂમ રાખ્યો હતો. જ્યારે બધા આરોપી આ રૂમમાં જવા લાગ્યા ત્યારે એનસીબીએ તેને ઝડપી લીધો અને સર્ચ કર્યુ.

એનસીબી પ્રમાણે આર્યન ખાન સહિત અન્ય ૮ આરોપીઓની પાસે ૧૩ ગ્રામ કોકીન, ૫ ગ્રામ એમડી, ૨૧ ગ્રામ ચરસ અને એમડીએમએની ૨૨ ગોળીઓ સિવાય ૧.૩૩ લાખ રોકડ મળ્યા હતા. જેને જપ્ત કરી લેવામાં આવ્યું છે. પાર્ટીમાં આ ડ્રગ્સ આઇલેન્સના કવરમાં છુપાવી, સેનેટરી પેડ્‌સની વચ્ચે રાખી અને મેડિસિન બોક્સમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.