ડ્રગ્સ કેસમાં ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડેના ઘરે દરોડા
મુંબઇ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા છે. ડ્રગ્સ કેસની પૂછપરછ માટે એનસીબીના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે પહોંચ્યા હતા. અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરની પણ તલાશી લીધી હતી. એવું માનવામાં આવે છે કે બોલીવુડ અભિનેત્રી જેના વિશે આર્યન ખાનની ડ્રગ્સ ચેટમાં સમાચાર આવ્યા હતા તે અનન્યા પાંડે હતી.
રિપોર્ટસ અનુસાર, અનન્યા પાંડેની સાથે ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાના ખાનનું નામ પણ સામે આવ્યું છે. અનન્યા પાંડેના ઘરની તલાશી લીધા બાદ એનસીબીની એક ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન માટે શાહરુખ ખાનના ઘરે પહોંચેલી એનસીબી ટીમના અધિકારીઓની ઘણી તસવીરો સામે આવી છે. એનસીબીની ટીમ આર્યન ખાનના ડ્રગ્સ કેસની ફાઈલો સાથે શાહરુખ ખાનના ઘરે પહોંચી છે.
અનન્યા પાંડેનું નામ સામે આવવું આ કેસમાં એક મોટુ સેટબેક છે. અનન્યાને આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઇને સવાલ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનના વ્હાઇટ એપ ડ્રગ્સ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. તેની પહેલા પણ ખબર સામે આવી હતી કે એક ઉભરતી બોલીવુડ એક્ટ્રેસ સાથે આર્યન ખાનની ડ્રગ્સ ચેટ થઇ થઇ હતી. હવે જ્યારે એનસીબીએ અનન્યા પાંડેને સમન પાઠવ્યુ છે તેથી તેવુ માનવામાં આવી રહ્યું છે કે આર્યને અનન્યા સાથે જ ડ્રગ્સ ચેટ કરી હતી.HS