ડ્રગ્સ કેસમાં છ સ્થળે દરોડા, ડ્રગ પેડલરની પૂછપરછ કરાઈ
મુંબઈ, મુંબઈમાં ડ્રગ્સ કારોબારને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સતત એક્શનમાં છે. મુંબઈમાં ૨૪ વર્ષીય ડ્રગ પેડલરની ગુરૂવારે મોડી રાતે પૂછપરછ કરવામાં આવી. ક્રૂઝ લાઈનર ડ્રગ કેસમાં આ પેડલર મુખ્ય આરોપી બતાવવામાં આવી રહ્યો છે. એનસીબીના નિવેદન અનુસાર ડ્રગ તસ્કરનુ નામ કેસમાં કથિત ડ્રગ ચેટમાંથી સામે આવ્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ, નશીલા પદાર્થોના તસ્કરને ક્રૂઝ ડ્રગ્સ મામલે પૂછપરછ માટે એનસીબી કાર્યાલય લાવવામાં આવ્યા હતા.
સૂત્રો અનુસાર આ દરમિયાન એનસીબીએ છેલ્લા બે દિવસમાં ક્રૂઝ ડ્રગ્સ મામલે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ૬ સ્થળ પર દરોડા પાડ્યા અને તપાસ કરી.
જે વિસ્તારમાં આ તપાસ કરવામાં આવી તેમાં નવી મુંબઈ, સાઉથ મુંબઈ, નાલાસોપારા, ઈન્ટરનેશનલ એરપોર્ટ, બાંદ્રા અને જુહૂ સામેલ છે. જણાવવામાં આવ્યુ છે કે એનસીબીને આ ઠેકાણા પર વધુ કેટલાક પુરાવા મળ્યા છે.
એનસીબીની એક ટીમે કૉર્ડેલિયા ક્રૂઝ જહાજ પર એક કથિત ડ્રગ્સ પાર્ટીનો ભાંડો ફોડ્યો હતો. આ ડ્રગ્સ પાર્ટી ૨ ઓક્ટોબરે ગોવા જઈ રહેલા ક્રૂઝ પર વચ્ચે સમુદ્રમાં આયોજિત કરવામાં આવી હતી.
કેસમાં અત્યાર સુધી આર્યન ખાન અને બે નાઇજીરીયાઈ નાગરિક સહિત કુલ ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. શાહરૂખ ખાનના પુત્રીની ધરપકડને લઈને ચર્ચા પણ થઈ ગઈ છે. આ કેસ રાજકીય થઈ ગયો છે. કેટલાક રાજનેતાઓએ કેન્દ્રીય એજન્સી એનસીબીના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.SSS