ડ્રગ્સ કેસમાં સંડોવણી બાદ આર્યન પર પરિવારની નજર
મુંબઈ, શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરા આર્યનની ૩ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ૨ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાં ચાલતી કથિત રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા.
તેમાંથી આર્યન ખાન પોતાના મિત્ર અરબાઝ મર્ચન્ટ સાથે પકડાયો હતો. આર્થર રોડ જેલમાં ૨૩ દિવસ વિતાવ્યા પછી આખરે શનિવારે આર્યન ખાન પોતાના ઘરે પહોંચ્યો છે. બોમ્બે હાઈકોર્ટે બે દિવસ પહેલા આર્યનના જામીન મંજૂર કર્યા હતા અને દસ્તાવેજી પ્રક્રિયા પૂરી થયા બાદ શનિવારે આર્યન જેલમાંથી છૂટ્યો હતો.
આર્યન ખાન જેલમાં એક સામાન્ય કેદીની જેમ જ રહ્યો હતો. જેલમાં તેને ભોજન નહોતું ભાવતું એટલે મોટાભાગે બિસ્કિટ ખાઈને જ દિવસો કાઢતો હતો. દીકરાની આ હાલત જાેઈને શાહરૂખ અને ગૌરી ભાંગી પડ્યા હતા અને તેમની ઊંઘ હરામ થઈ હતી.
જાેકે, હવે આર્યન ઘરે આવી જતાં આ સ્ટાર કપલે રાહતનો શ્વાસ લીધો છે. આર્યન હવે ઘરે આવી ગયો છે એક રિપોર્ટ અનુસાર આગામી દિવસોમાં તે મન્નતની બહાર નહીં નીકળે. શાહરૂખના ઘરની બહાર મોટી સંખ્યામાં ફેન્સ અને મીડિયાકર્મીઓ હાજર છે. આજે આર્યન ઘરે પાછો આવ્યો ત્યારે પણ મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા અને ઢોલ-નગારા વગાડીને તેનું સ્વાગત કર્યું હતું.
આર્યન ઘરે આવી ગયો છે ત્યારે શાહરૂખ અને ગૌરીએ તેના માટે ખાસ રૂટિન તૈયાર કર્યું છે. બોલિવુડ લાઈફના અહેવાલ પ્રમાણે, આર્યન ખાન ૨૩ દિવસ સુધી ઘરથી દૂર જેલમાં હતો ત્યારે પહેલા તો ગૌરી અને શાહરૂખ તેનું હેલ્થ ચેકઅપ કરાવશે.
આર્યન જેલમાં સરખું જમતો નહોતો અને આ વાતથી ગૌરી ખાન ખૂબ ચિંતિત હતી. આ જ કારણે હવે ગૌરી નિષ્ણાત ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી આર્યન માટે યોગ્ય ડાયટ ચાર્ટ તૈયાર કરાવશે. આ ઉપરાંત આર્યનના બ્લડ ટેસ્ટ પણ કરાવશે.
ફિઝિકલ ચેકઅપ ઉપરાંત શાહરૂખ અને ગૌરી દીકરાના માનસિક સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવાના છે. જેલવાસ અને આ આખા ઘટનાક્રમના લીધે ૨૩ વર્ષના આર્યનની શું મનોસ્થિતિ થઈ હશે તેને લઈને તેના માતાપિતા ચિંતામાં છે.
એટલે જ તેમણે દીકરા માટે વહેલામાં વહેલી તકે કાઉન્સિલિંગ સેશન પણ પ્લાન કરી રાખ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાહરૂખ અને ગૌરી હવે આર્યનને પાર્ટીઓ અને લોકોની નજરોથી દૂર રાખવાનું પણ વિચારી રહ્યા છે.SSS