ડ્રગ્સ ઘૂસાડવા માટે ઉપયોગમાં લેવાતી સૌથી લાંબી સુરંગ મળી !
વોશિંગ્ટન, અમેરિકન અધિકારીઓએ સૌથી લાંબી અને ચોરી માટે ઉપયોગમાં લેવાતી સુરંગની ભાળ મેળવી છે. દિક્ષણ-પશ્ચિમ સીમા સાથે જાેડાયેલી આ સુરંગની શરુઆત મેક્સિકોના તિજુઆનાથી થતી હતી. આ સ્થળ ઓટી મેસા પોર્ટ ઓફ એન્ટ્રી નજીક આવેલું છે. આ સુરંગ કુલ ૪૩૦૯ ફુટ લાંબી, માઇલના ત્રીજા ભાગ જેટલી પહોળાઇમાં ફેલાયેલી છે. ઉલ્લેખનીય છે કે ર૦૧૪માં સૈન ડિએગોમાં મળી આવેલ સુરંગ ર૯૯૬ ફુટ લાંબી હતી.
મેક્સિકો સાથે જાેડાયેલી નવી સુરંગ લગભગ સાડા પાંચ ફુટ ઊંચી અને બે ફુટ પહોળી છે. જેમાં એક કોમ્પ્લેકસ કાર્ટ, રેલ સીસ્ટમ, એર વેન્ટિલેશન, હાઇ વોલ્ટેજ ઇલેકટ્રીક કેબલ અને પેનલ, સુરંગના પ્રવેશ સ્થાને એલિવેટર અને કોમ્૫લેક્ષ ડ્રેનેજ સીસ્ટમ પણ છે. જાે કે તસ્કરી માટે તૈયાર કરાયેલ આ સુરંગની શોધ કર્યા બાદ હજી સુધી કોઇ શંકાસ્પદની અટકાયત કરવામાં આવી નથી.
આ સુરંગનો ઉપયોગ મેક્સિકોથી અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડવા માટે કરાતો હોવાની આશંકા છે. આ સુરંગમાંથી ડ્રગ્સના મોટા પેકેટોની અવરજવર કરવામાં આવી હોઇ શકેનું શોધકર્તાઓનું માનવું છે. તેઓના મતે આ વિસ્તારની અન્ડરગ્રાઉન્ડ માટીની સંરચનાના કારણે સુરંગ વધુ સેલ્ફ સસ્ટેનિંગ છે.HS