ડ્રગ્સ ચેટમાં આર્યનની બહેન સુહાના ખાનનું પણ નામ સામેલ, અનેક સેલેબ્સ ભરાશે

મુંબઇ, બોલિવુડ પર હાલના દિવસોમાં એનસીબીએ સકંજાે કસ્યો છે. ત્યારે તમને જણાવી દઇએ કે, બોલીવુડ જગતમાં આર્યન ખાન ડ્રગ્સ કેસનો મામલો વધુ ને વધુ ખેંચાતો જાય છે. કારણ કે ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં આર્યન ખાન છેલ્લાં કેટલાંય દિવસથી આર્થર રોડ જેલમાં જ છે. તેને જામીન ન મળતા અંતે આજે ખુદ શાહરૂખ ખાન તેને મળવા માટે જેલમાં પહોંચ્યો હતો. ત્યારે બીજી બાજુ અત્યારે તાજેતરમાં જ શાહરૂખના બાન્દ્રા સ્થિત મન્નત બંગલામા એનસીબીએ રેડ પાડી છે.
મહત્વનું છે કે, આર્યન ખાન બાદ અભિનેત્રી અનન્યા પાંડેનાં ઘરે પણ દ્ગઝ્રમ્ ની ટીમ પહોંચી તપાસ હાથ ધરી છે. અનન્યા પાંડેની પૂછપરછ માટે એનસીબીની ટીમ તેના ઘરે પહોંચી છે. અનન્યાનાં ઘરની હાલ તલાશી લેવામાં આવી રહી છે. આજે બપોરના ૨ વાગ્યે એનસીબીએ અનન્યાને પૂછપરછ માટે બોલાવી છે.
આ સાથે જ આર્યન ખાનની બહેન અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનનું નામ પણ ડ્રગ્સ ચેટમાં સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન આજે સવારે જ આર્થર રોડ જેલમાં દીકરા આર્યનને મળવા માટે પહોંચ્યો હતો. ત્યારે હવે એનસીબીની ટીમે શાહરૂખનાં બંગલા મન્નતમાં પણ છાપેમારી કરી છે.
મળતી માહિતી અનુસાર, અનન્યા પાંડેની સાથે-સાથે ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાના ખાનનું પણ નામ સામે આવ્યું છે. જેથી એ સ્પષ્ટપણે સાબિત થાય છે કે, આ ડ્રગ્સ કેસમાં હજુ પણ કોઇ મોટું માથું ફસાઇ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. અનન્યા પાંડેના ઘરની તલાશી લીધા બાદ દ્ગઝ્રમ્ ની ટીમ શાહરૂખના ઘર મન્નતે પહોંચી છે. જ્યાં તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા છે. ડ્રગ્સ કેસની પૂછપરછ માટે એનસીબીના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે પહોંચ્યા હતા. અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરની પણ તલાશી લીધી હતી. એવું માનવામાં આવે છે કે બોલીવુડ અભિનેત્રી જેના વિશે આર્યન ખાનની ડ્રગ્સ ચેટમાં સમાચાર આવ્યા હતા તે અનન્યા પાંડે હતી. જાેકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. હાલમાં, એનસીબીએ અનન્યા પાંડેને આજે ૨ વાગ્યે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવી છે.
રિપોર્ટસ અનુસાર, અનન્યા પાંડેની સાથે ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાના ખાનનું નામ પણ સામે આવ્યું છે. અનન્યા પાંડેના ઘરની તલાશી લીધા બાદ એનસીબીની એક ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન માટે શાહરુખ ખાનના ઘરે પહોંચેલી એનસીબી ટીમના અધિકારીઓની ઘણી તસવીરો સામે આવી છે. એનસીબીની ટીમ આર્યન ખાનના ડ્રગ્સ કેસની ફાઈલો સાથે શાહરુખ ખાનના ઘરે પહોંચી છે.
અનન્યા પાંડેનું નામ સામે આવવું આ કેસમાં એક મોટુ સેટબેક છે. અનન્યાને આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઇને સવાલ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનના વ્હાઇટ એપ ડ્રગ્સ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. તેની પહેલા પણ ખબર સામે આવી હતી કે એક ઉભરતી બોલીવુડ એક્ટ્રેસ સાથે આર્યન ખાનની ડ્રગ્સ ચેટ થઇ થઇ હતી. હવે જ્યારે એનસીબીએ અનન્યા પાંડેને સમન પાઠવ્યુ છે તેથી તેવુ માનવામાં આવી રહ્યું છે કે આર્યને અનન્યા સાથે જ ડ્રગ્સ ચેટ કરી હતી.HS