ડ્રગ્સ મામલે દિગ્ગજ અકાલી નેતા વિરુદ્ધ FIR દાખલ

ચંડીગઢ, પંજાબ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરતા કોંગ્રેસ સરકારે મધરાતે અકાલી દળના દિગ્ગજ નેતા બિક્રમ સિંહ મજિઠિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ મોહાલીમાં બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના પોલીસ મથકમાં દાખલ કરાયો છે.
મજિઠિયા વિરુદ્ધ ડ્રગ્સ કેસને લઈને સતત આરોપ લાગી રહ્યા હતા. મજિઠિયા વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ પ્રદેશના રાજકારણમાં નવો ધમાકો જાેવા મળી રહ્યો છે. જેની ગૂંજ દૂર દૂર સુધી સંભળાઈ રહી છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી અગાઉ તેને ચન્ની સરકારની એક મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.
અત્રે જણાવવાનું કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ દાવો કરતા હતા કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં મજિઠિયાનું નામ છે. સિદ્ધુ સતત મજિઠિયા પર કાર્યવાહીની વાત કરતા હતા. આ કારણે ચાર દિવસ પહેલા જ ઈકબાલપ્રીતસહોતાને હટાવીને પંજાબ સરકારે સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને કાર્યકારી ડીજીપી નિયુક્ત કર્યા હતા.
અકાલી દળના નેતા વિરસા સિંહ વલ્ટોહાએ કહ્યું કે મજિઠિયાને જાણીને જાેઈને ફસાવવામાં આવી રહ્યા છે. ચન્ની સરકાર પાસે કોઈ મુદ્દો નથી આથી આ નવો વિવાદ ઊભો કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ૪ છડ્ઢય્ઁ એ તેની ના પાડી દીધી હતી. ત્યારબાદ ચન્ની સરકારે ડીજીપી બદલ્યા અને હવે આ કાર્યવાહી કરાઈ છે.HS