ડ્રગ્સ રેકેટમાં પતિ, પૂર્વ પત્ની અને છ ડ્રગ્સ પેડલરની ધરપકડ
રાજકોટ, ઘર છોડીને ભાગી ગયેલા પુત્રને શોધવામાં અને ડ્રગ્સના રેકેટને પકડી પાડવાનું સફળ ઓફરેશન રાજકોટ પોલીસે પાર પાડ્યું છે. પીડિત માતાનો પુત્ર આકાશ અને પૂર્વ પત્ની અમીની એસઓજી પોલીસે ડ્રગ્સના ઇન્જેક્શન સાથે અટકાયત કરી છે. સાથે જ આકાશ, અમી અને નદીમ સહિત ૬ ડ્રગ પેડલરની પણ અટકાયત કરી છે.
રાજકોટ પોલીસે તમામને રેસકોર્ષ રોડ પરની એક હોટલમાંથી ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ આપવાના ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. યુવા ક્રિકેટરને ડ્રગ્સની લત લાગી જતા આખરે માતાએ મદદ માટે પોલીસના દ્વાર ખખટાવ્યા હતા.
રાજકોટમાં ૨૩ વર્ષનો ડ્રગ્સના રવાડે ચઢેલો યુવાન પોતાના ઘરે એક ચિઠ્ઠી લખીને ઘર છોડી નાસી છૂટવાની ઘટના ગઈકાલે સામે આવી હતી. માતાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. મારો પુત્ર આજે ૨ઃ૩૦ વાગ્યે ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો. મારા પુત્રને ડ્રગ્સની લત લાગેલી છે.
મેં ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારે હવે ન્યાય જાેઈએ છે. આ ઘટનાની માહિતી મળતા રાજકોટ એસઓજી પોલીસની ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.
રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકને તેની પત્ની સાથે પકડી પાડ્યો હતો. આ વિશે રાજકોટના ઝોન-૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, મહિલાની ફરિયાદ બાદ તેમનો પુત્ર અને પુત્રવધુ ડ્રગ્સ એડિક્ટ થયા હોવાની રજૂઆત મળતા તપાસ કરી હતી. અરજી મળતા જૂન મહિનામાં જ એસઓજી દ્વારા તપાસ કરાઈ હતી.
ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે આકાશ અને અમીની ધરપકડ કરી છે. તેમની પાસેથી શંકાસ્પદ પદાર્થો મળી આવ્યા છે, જેને હ્લજીન્માં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. મુખ્ય ડ્રગ પેડલર સુધા ધમેલીયાની પણ અગાઉ ધરપકડ કરી હતી. ડ્રગ્સ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પીડિત માતાનો પુત્ર ૨૦૧૫ થી ડ્રગ્સ લઈ રહ્યો છે. માતા સાથે ડ્રગ્સ બાબતે બે દિવસથી માથાકૂટ થતા ઘર છોડીને જતો રહ્યો હતો. તે પૂર્વ પત્ની અમી સાથે હોટલમાં હતો. આકાશે ડ્રગ્સના ઇન્જેક્શન લીધા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે.