ડ્રગ્સ સપ્લાયર કુખ્યાત ઈલિયાસ એમડીનું ડ્રગના કારણે જ મોત
(એજન્સી) અમદાવાદ, અમદાવાદના રિલીફ રોડ અને જુહાપુરામાં એમડી ડ્રગના મોટા સપ્લાય ઈલિયાસ એમડીનું ડ્રગ્સના કારણે મોત થયું છે. અમદાવાદ પોલીસની નિષ્ફળતા કહેવાય કે જે વ્યકિત એમડી ડ્રગના નામ પરથી પોતાનું નામ રાખતો હતો છતાં પોલીસ તેને પકડી શકતી નહોતી.
રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પરના પ્રતાપગઢ નજીકના ગામમાં ઈલીયાસે ડ્રગનો વધુ પડતો નશો કર્યો હોવાથી તેની તબીયત લથડી હતી અને હાર્ટએટેક આવતાં તેનું મૃત્યુ થયું હતું.
રીલીફ રોડ પર તાજેતરમાં જાહેરમાં સામસામે ફાયરીંગ કરવાના આરોપસર પોલીસે સ્થાનીક વિસ્તારના માથાભારે ઈલીયાસ એમડી અને મયુદીન મેમણની ધરપકડ કરી હતી. જાેકે, તેને પોલીસ સ્ટેશનમાં અને લોકઅપમાં પણ ઘર જેવી જ સુવિધા પુરી પાડવાના મુદ્દે સ્થાનીક પોલીસ બદલનામ થઈ હતી.
શહેરના કોટ વિસ્તારમાં પટવા શેરી તથા રીલીફ રોડ અને જુહાપુરામાં યુવાનોએ ડ્રગ્સના રવાડે ચઢાવવામાં જેનો મોટો હાથ છે. તેવા ઈલીયાસ એમડીને ડ્રગ્સના ગુનામાં પોલીસ પકડી શકતી નહોતી.
સ્થાનિક વિસ્તારમાંથી જાણવા મળતી વિગતો એવી છે કે રાજસ્થાન-મધ્યપ્રદેશ બોર્ડર પરના પ્રતાપ ગઢ નજીકના ગામમાં ગયેલા ઈલીયાસે ડ્રગનો વધુ પડતો નશો કરી લીધો હતો અને તેને કારણે તેની તબીયત લથડી હતી. ત્યારબાદ હાર્ટએટેક આવતા તેનું મૃત્યુ થયું હતું. એમડી ડ્રગનો વેપાર કરતો ઈલ્યાસ હવે ઈતિહાસ બની ગયો છે. સ્થાનીક પોલીસ અને અમદાવાદ પોલીસ તકેદારી રાખે તો ડ્રગ્સનું નાબુદ કરી શકય.