ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન પર બાઇક રેલી યોજાઇ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણાના નેતૃત્વમાં ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન પર લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું .
જેમાં ગોધરાના એસઓજી પોલીસ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતના કર્મચારીઓ સાથે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર પોસ્ટર બેનર સાથે બાઇક રેલી યોજી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું . ગોધરા શહેરમાં ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન હેઠળ ડ્રગ્સની બંદીને નેસ્તો નાબૂદ કરવા માટે પંચમહાલ પોલીસ
દ્વારા ”Say YES to LIFE NO to DRUGS PLEDGE ” અભિયાન હેઠળ પોસ્ટર બેનર લઈ ગોધરાના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજી . જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું . ઉલ્લેખનીય છે કે નશો માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો , વ્યક્તિના કુટુંબ , સમાજ , રાજ્ય અને રાષ્ટ્રને પણ બરબાદ કરે છે .
યુવાનોમાં નશો ગુટખા કે દારૂથી આગળ વધીને ગાંજાે , ભાંગ , હેરોઈન , કોકેઈન , ચરસ , સ્મેક અને ડ્રગ્સ સુધી પહોંચ્યો છે . પંજાબ જેવા કેટલાંક રાજ્યોમાં જ ફેલાયેલું આ દૂષણ હવે દેશના ખૂણે ખૂણે ફેલાયું છે . ત્યારે પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ગોધરા શહેરમાં ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન હેઠળ બાઇક રેલી કાઢી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું .