ડ્રગ કેસની સુનાવણી કરી રહેલ જજને ધમકી મળી
બેંગ્લુરૂ, કર્ણાટકમાં ફિલ્મી હસ્તીથી માદક પદાર્થના એક મામલામાં સુનાવણી કરી રહેલ એક એનડીપીએસ વિશેષ ન્યાયમૂર્તિને ધમકી ભરેલ પત્ર અને ડેટોનેટરની સાથે એક પાર્સલ મળ્યું હતું.આ પત્રમાં તેમને બે ફિલ્મી અભિનેત્રીઓને જામીન પર મુકત કરવાની માંગ કરવામાં આવી હતી આ સાથે જ પત્રમાં બેંગ્લુરૂમાં ૧૧ ઓગષ્ટે થયેલ હિંસાના મામલામાં કેટલાક આરોપીઓને જામીન આપવાની પણ માંગ કરવામાં આવી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે તપાસ શરૂ કરી છે તુમકુરૂ જીલ્લા મુખ્યમથકેથી મોકલવામાં આવેલ એક પાર્સલ અને ડ્રગ મામલામાં સુનાવણી કરી રહેલ વિશેષ ન્યાયાધીશને સંબોધિત એક પત્ર અદાલતની બહાર મળ્યો છે. આ મામલામાં ફિલ્મ અભિનેત્રી રાગિની દ્વિવેદી અને સંજના ગલરાની સહિત કેટલીક મોટી હસ્તાના નામ આરોપી તરીકે આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જયારે અદાલતના કર્મચારીઓએે પત્ર ખોલ્યો તો તેમને શંકાસ્પદ વસ્તુ નજરે પડી અને તેમણે પોલીસને જાણ કરી પોલીસે બોંબ નિરોધક ટુકડીએ તેની પુષ્ટી કરી કે તેમાં ડેટોનેટર છે. એ યાદ રહે કે કર્ણાટકમાં ડ્ગ સેવન અને તેના પુરવઠાનું એક મોટા રેકેટનો ખુલાસો થયો હતો સોમવારે કેપેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાની મથકે તાજેતરમાં ૧૩.૨ કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરાયો છે.HS