ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચીએ કોંગ્રેસના નેતાઓને રૂપિયા આપેલા: ED
નવી દિલ્હી, લંડનમાં વસતા ડ્રગ માફિયા ઇકબાલ મિર્ચીએ કોંગ્રેસના નેતાઓને પૈસા આપેલી એવી ચોંકાવનારી માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાડેલા દરોડા દરમિયાન મળી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સહાના ગ્રુપના ચેરમેન સુધાકર શેટ્ટીના ઘર અને ઑફિસમાં પાડેલા દરોડા દરમિયાન એવા દસ્તાવેજો મળ્યા હતા જેમાં મિર્ચીએ શેટ્ટીની મદદથી કોંગ્રેસના નેતાઓને આપેલાં નાણાંની વિગતો નોંધાયેલી હતી. આ દસ્તાવેજોનો સાર એવો હતો કે હરિયાણાના એ્ક કોંગ્રેસી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના પુત્રનાં લગ્નમાં શેટ્ટીએ મિર્ચી વતી કરોડો રૂપિયા ખર્ચ્યા હતા એજ રીતે મહારાષ્ટ્ર કો્ંગ્રેસના નેતાઓને શેટ્ટીએ મબલખ રકમ આપી હતી.
મુંબઇમાં સોનાની લગડી જેવા જુહુ વિસ્તારની એક જમીનના સોદામાં પણ શેટ્ટી અને કોંગ્રેસના એક નેતા સંડોવાયા હોવાની વિગતો પણ આ દસ્તાવેજોમાં મળી હતી. એન્ફોર્સમેન્ટ વિભાગે શેટ્ટીના કોમ્પ્યુટર્સ અને પેન ડ્રાઇવ સહિત કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.