ડ્રગ મામલે અર્જૂન રામપાલને ફરીથી સમન મોકલાયું
મુંબઇ, બોલીવુડ ડ્રગ કનેકશન કેસમાં નારકોટિકસ નિયંત્રણ બ્યુરો (એનસીબી)ની તપાસ સતત જારી છે.એનસીબીનો શિકંજાે અર્જૂન રામપાલ પર કસાતો જાેવા મળી રહ્યો છે આજે એનસીબીએ રામપાલને ફરીથી સમન જારી કરી બોલાવ્યો છે. તપાસ એજન્સી તેને ૧૬ ડિસેમ્બરે બોલાવ્યો છે.
આ પહેલા પણ એનસીબીએ અર્જૂન રામપાલ અને તેમની પ્રેમિકા ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સની અનેક કલાક પુછપરછ કરી હતી એજન્સીએ નવેમ્બર મહીનામાં અભિનેતના ધરની તલાશી લીધી હતી તેના ધરેથી લેપટોપ,મોબાઇલ ફોન અને ટેબલેટ જેવા ઉપકરણોને જપ્ત કરવામાં આવ્યા હતાં ત્યારબાદ તેને એનસીબીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. તલાશી દરમિયાન અર્જૂનના નિવાસેથી કોઇ ડ્રગ તો મળ્યુ ન હતું પરંતુ અનેક એવી દવાઓ મળી જે એનડીપીએસ હેઠળ પ્રતિબંધિત છે.
એ યાદ રહે કે બોલીવુડ ડ્રગ કનેકશન મામલામાં એનસીબીએ અનેક બોલીવુડ સિતારાઓની પુછપરછ કરી ચુકી છે પરંતુ અર્જૂન રામપાલનું નામ ડ્રગ કનેકશનમાં ત્યારે સામે આવ્યું જયારે તેની પ્રેમિકાના ભાઇની એનસીબીએ ધરપકડ કરી હતી તે દરમિયાન પુછપરછ બાદ અર્જૂન રામપાલે મીડિયાને કહ્યું કે ડ્રગથી મારે કોઇ લેવા દેવા નથી મારા ધરમાંથી કેટલીક દવાઓ મળી હતી જેની પ્રિસક્રિપ્શન મેં એનસીબીને આપી દીધી છે. હું તપાસમાં પુરી રીતે સહયોગ કરીશ એનલીબી ખુબ સારૂ કામ કરી રહી છે.એ યાદ રહે કે એનસીબીએ ૨૧ નવેમ્બરે મુંબઇમાં કોમેડિયન ભારતી સિંહના નિવાસે દરોડો પાડયો હતા અને તેના ઘરમાંથી ગાંજાે કબજે કર્યો હતો ત્યારબાદ પુછપરછમાં ભારતી અને તેના પતિએ કબુલ કર્યું હતું કે તે ગાંજાનું સેવન કરતા હતાં બંન્નેની ધરપકડ પણ કરવાાં આવી હતી હાલ જામીન પર છે.HS