ડ્રાઈવરને ગુપ્તાંગ ઉપર અનેક ઈજાઓ થતાં ૩ દિન બાદ મોત
હરિયાણા: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં માઇનિંગ ઝોનમાં ગાડી ભરવાને લઈ બોલાચાલી દરમિયાન કેટલાક લોકોએ એક ટ્રક ડ્રાઇવરના ગુપ્તાંગ પર ઈજાઓ પહોંચાડી અને તેને એટલી હદે માર્યો કે તે અધમૂઓ કરી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. હુમલામાં ઘાયલ ટ્રક ડ્રાઇવરે ત્રણ દિવસ બાદ હિસારની ખાનગી હૉસ્પિટલમાં મોત થઈ ગયું. મૃતકના શબનું દાદરીની સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસ એ આ મામલામાં હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા માનકાવાસના માઇનિંગ ઝોનમાં ગાડી ભરવાને લઈ ટ્રક ડ્રાઇવરોની વચ્ચે ઝઘડો થયો હતો. જેને કારણે કેટલાક લોકોએ માનકાવાસના રહેવાસી રાજકુમાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન હુમલાખોરોએ રાજકુમારના ગુપ્તાંગ પર ઈજાઓ પહોંચાડી અને એટલા માર્યો કે તે અર્ધ બેભાન થઈ ગયો. હુમલા દરમિયાન ત્યાં હાજર લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હુમલામાં ઘાયલ રાજકુમારને હિસારની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પરિજનોએ જણાવ્યું કે ટ્રક ડ્રાઇવરોએ રાજકુમારના ગુપ્તાંગ પર ઈજાઓ પહોંચાડી અને હુમલો કરીને અધમૂઓ કરી દીધો હતો.
બાદમાં તેને દાદરીની સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યો જ્યાંથી પરિજનો દ્વારા હિસારની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિજનો અનુસાર હુમલાખોરોની સંખ્યા ચાર હતી. બીજી તરફ પોલીસ સ્ટેશન પ્રભારી જગબીર સિંહે ફોન પર જણાવ્યું કે હુમલામાં ઘાયલ ટ્રક ડ્રાઇવર પર હુમલો કરનારાઓ પર હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં રાજકુમારનું મોત તેનું સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પરિજનો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા વીડિયો તથા ફરિયાદના અધારે હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.