ડ્રાઈવરને પેંડો ખવડાવી રીક્ષા, રોકડા તથા સોનાની વીંટીની લૂંટ
અમદાવાદ,આખો દિવસ રીક્ષા ચલાવી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવતાં એક વ્યક્તિને લાલ દરવાજા ખાતે એક ગઠીયો મળી ગયો હતો. જેણે આ રીક્ષા ડ્રાઈય્ને આખો દિવસ સુધી ફેરવ્યા બાદ પ્રસાદીના નામે પેંડો ખવડાવી દીધા બાદ પાણી પીવડાવતાં તેને ઘેન ચઢી ગઈ હતી. જેનાં પગલે તે બેભાન બની જતાં ગઠીયો તેની સોનાની વીંટી, રીક્ષા તથા ખિસ્સામાંથી રોકડ રકમ લુંટી ફરાર થઈ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે નવા નરોડા પરાગ સ્કુલ પાસે આવેલાં યુવરાજ પાર્કમાં રહેતાં પોશસિંહ વાઘેલા રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. કેટલાંક દિવસ અગાઊ પરેશભાઈ લાલ દરવાજા ખાતે આવેલાં સાંઈબાબાનાં મંદીર નજીક ઊભા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ લાંભા જઈ પરત આવવાનું કહીને રીક્ષામાં બેઠો હતો.
રસ્તામાં મણિનગર ખાતે ચા પીધા બાદ આ શખ્સ સાથે પરેશભાઈ લાંભા ખાતે ગયા હતા. જ્યાં બંનેએ મંદીરમાં દર્શન કર્યા બાદ ગઠીયાએ મંદીરમાં લોકોને પ્રસાદી વેચવાનો ડોળ કરીને પરેશભાઈને પણ પેંડો ખવડાવી દીધો હતો. ત્યાંથી પરત આવવા રવાનાં થતાં આ ગઠીયાએ રસ્તામાંથી પાણીની બોટલ લઈને તેમને પાણી પણ પીવડાવ્યું હતું. જા કે જમાલપુર ચાર રસ્તાથી થોડેક આગળ સીએનજી પંપ પર ગેસ પુરાવ્યા બાદ પરેશભાઈ ભાન ભુલી ગયા હતા અને બેહોશ થઇ ગયા હતાં.
ત્યારબાદ રાત્રે અગિયાર વાગ્યાનાં સુમારે અર્ધજાગ્રત અવસ્થામાં તે પોતાનાં ઘરે નરોડા પહોંચ્યા તો તેમની હાલત જાઈને પત્ની પણ ગભરાઈ હતી અને પૂછપરછ કરી હતી. નશા જેવી હાલતમાં રહેલાં પરેશભાઈને જાકે સીએનજી પુરાવ્યા બાદની કોઈ જ ઘટના યાદ આવી નહતી. ઊપરાંત તેમની રૂપિયા ૩૦,૦૦૦ની વીંટી, ૫ હજારથી વધુની રોકડ અને રીક્ષા પણમ ગાયબ હતા. જેથી પરેશભાઈએ સોમવારે કારંજ પોલીસ સ્ટેશનમાં ગઠીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. વાત વાયુવેગે ફેલાતાં અન્ય રીક્ષાચાલકોનો પણ રોષ ફાટી નીકળ્યો હતો.