ડ્રાયવરની દિકરીને સારવાર માટે ઇન્જેક્શન આપવું પડે તેમ છે તેની કિંમત ૨૨ કરોડ રૂપિયા
માસૂમ સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-૧થી ગ્રસીત છે- મોદી અને યુપી મુખ્યમંત્રીએ ૬ વર્ષની પરીને મદદ કરવા અપીલ કરી
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના શાહપુર આવાસ વિકાસ કૉલોનીમાં રહેતા ૬ વર્ષની ગરિમા ઉર્ફે પરી સ્પાઇનલની એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. તેણી ફરીથી પોતાના પગ પર ઊભી થાય તે માટે ૨૨ કરોડ રૂપિયાની જરૂર છે. તેણીની સારવાર માટે જે ઇન્જેક્શન આપવું પડે તેમ છે તેની કિંમત ૨૨ કરોડ રૂપિયા છે.
પરીના પિતા મુક્તિનાથ ગુપ્તા ગોરખપુરમાં એક ખાનગી હૉસ્પિટલની ગાડી ચલાવે છે. પિતાનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૧માં તેના લગ્ન કુશીનગરની મમતા ગુપ્તા સાથે થયા હતા. લગ્ન થતા જ ઘરમાં અઢળક ખુશી આવી હતી. લગ્ન બાદ બે બાળકો જન્મ્યા હતા. તેમનો નવ વર્ષનો દીકરો અનિકેત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
મુક્તિનાથ અને મમતાને એક છ વર્ષની દીકરી છે, જેનું નામ ગરિમા ઉર્ફે પરી છે. પિતા મુક્તિનાથ ગુપ્તાનું કહેવું છે કે બાળકીના જન્મ બાદ તેની સ્થિતિ જાેઈને તેણીને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરોએ કેલ્શિયલ અને વિટામિન્સની ગોળીઓ આપી દીધી હતી અને કહ્યુ હતુ કે બધુ બરાબર થઈ જશે.
જ્યારે કોઈ સુધારો ન થયો ત્યારે અમે ગોરખપુર મેડિકલ કૉલેજમાં બતાવવા ગયા હતા. ત્યાં તપાસ બાદ કોઈ ફરક પડ્યો ન હતો. જે બાદમાં દીકરી સંપૂર્ણ રીતે અમારા પર ર્નિભર થઈ ગઈ હતી. દીકરી ચાલી કે ઊભી થઈ શકતી ન હતી. થાકીને જ્યારે પરીને દિલ્હી એઇમ્સ ખાતે લાવ્યા ત્યારે માલુમ પડ્યું કે પરીને સ્પાઇન્લ મસ્ક્યુલર એન્ટ્રૉફી જેવી ગંભીર બીમારી છે. જેની સારવાર ખૂબ મોંઘી છે.