Western Times News

Gujarati News

ડ્રીમ ગર્લ હેમા માલિની ઈન્ડિયન આઈડલના મહેમાન બનશે

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ ટીઆરપી ચાર્ટમાં ટોપ ૧૦માં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. શોના કન્ટેસ્ટન્ટ્‌સના પર્ફોર્મન્સ પણ દર્શકોને પસંદ આવી રહ્યા છે. આ વીકએન્ડના એપિસોડને વધારે એન્ટરટેઈનિંગ બનાવવા માટે બોલિવુડના ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની મહેમાન બનીને આવવવાના છે.

શોની કન્ટેસ્ટન્ટ અંજલીના એ દિલ એ નાદાન અને જૂઠે નૈના બોલે પર ગજબના પર્ફોર્મન્સ બાદ વિશાલ દદલાની, નેહા કક્કડ અને હિમેશ રેશમિયા ખુશ થઈ ગયા હતા. તેઓ ત્રણેય અંજલીના વખાણ કરતાં થાક્યા નહીં. જે બાદ હેમા માલિનીએ જ્યારે તેઓ અને તેમના પતિ ધર્મેન્દ્ર ડેટિંગ કરી રહ્યા હતા તે સમયની ખૂબ જ રસપ્રદ કહાણી સંભળાવી હતી.

હેમા માલિનીએ જણાવ્યું કે, તેમના પિતા નહોતા ઈચ્છતા કે તેઓ ધર્મેન્દ્રને મળે. તેવામાં તેમના પિતાએ એક તરકીબ પણ અજમાવી હતી. હેમા માલિનીએ કહ્યું કે, ત્યારે હું અને ધર્મેન્દ્રજી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોન્ગનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સામાન્ય રીતે શૂટિંગ માટે મારા માતા અથવા મારા આંટી મારી સાથે આવતા હતા.

પરંતુ સોન્ગના શૂટિંગ દરમિયાન મારા પિતા મારી સાથે હતા. કારણ કે તેમને તે વાતની ચિંતા રહેતી હતી કે, ક્યાંક હું અને ધર્મેન્દ્રજી એકલા સમય ન પસાર કરી રહ્યા હોઈએ. હેમા માલિનીએ કહ્યું કે, મારા પિતાને તે વાતની જાણકારી હતી કે અમે બંને મિત્રો છીએ. મને યાદ છે જ્યારે અમે કારમાં જતા હતા ત્યારે મારા પિતા તરત જ બાજુની સીટમાં બેસી જતા હતા. પરંતુ ધરમજી પણ ઓછા નહોતા. તેઓ બીજી બાજુની સીટ પર બેસી જતા હતા’. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પણ હાલમાં જ ઈન્ડિયન આઈડલના મહેમાન બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.