ડ્રેગને દક્ષિણ ચીન સાગરમાં ટેસ્ટિંગ માટે મિસાઇલો દાગી
બીજીંગ, ચીનની સેનાએ દક્ષિણ ચીન સાગરમાં બે મિસાઇલોનું પરીક્ષણ કર્યું જેમાં એક કેરિયર મિસાઇલ પણ સામેલ હતી.સૈન્ય નિષ્ણાંતોનું કહેવુ છે કે તેનાથી અમેરિકી દળો પર હુમલા માટે વિકસિત કરવામાં આવ્યું હોઇ શકે છે એક સમાચાર પત્રે આ અહેવાલો પ્રકાશિત કરી આ માહિતી આપી છે. હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટ સમાચાર પત્રને ચીની સેનાના અજાણ્યા કરીબી સુત્રોના હવાલા થી અહેવાલો આવ્યા છે કે ડીએફ ૨૬બી અને ડીએફ ૨૧ ડી મિસાઇલો બુધવારે દક્ષિણી દ્રીપ પ્રાંત હૈનાન અને પાર્સલ દ્રીપ સમૂહોની વચ્ચેના વિસ્તારમાં દાગવામાં આવી.
આ અહેવાલોની પુષ્ટીના આગ્રહ પર રક્ષા મંત્રાલય અને બીજીંગ વિદેશ મંત્રાલય તરફથી તાકિદે કોઇ પ્રતિક્રિયા મળી નથી વિશ્વના સૌથી વ્યસ્તતમ વ્યાપાર માર્ગોમાં એક દક્ષિણ ચીન સાગર પર નિયંત્રણને લઇ વધતા વિવાદ બીજીંગના વોશિંગ્ટન અને તેના દક્ષિણી પડોસી દેશોની સાથે સંબંધમાં સતત કડવાહટ પેદા કરી રહી છે. ટ્રંપ પ્રશાસને વિવાદિત ક્ષેત્રના મોટાભાગના વિસ્તારો પર સંપ્રભુતાના બીજીંગના દાવાને આ વર્ષ રદ કરી દીધો હતો તેના કેટલાક હિસ્સા પર વિયતનામ, ફિલીપીસ અને અન્ય દેશની સરકારો પણ દાવો કરે છે.
બુધવારે કરવામાં આવેલ આ પરીક્ષણ ચીનની તે ફરિયાદ બાદ આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી યુ ૨ જાસુસી વિમાન બીજીંગ દ્વારા જાહેર નો ફલાઇ ઝોનમાં ધુસી આવ્યા હતાં ડીએફ ૨૧ના નિશાના અસામાન્ય રૂપથી યોગ્ય હોય છે અને તેને સૈન્ય નિષ્ણાંત કેરિયર કિલર કહેવાય છે જેનું માનવુ છે કે તેનાથી અમેરિકી વિમાનવાહકોને નિશાન બનાવવા માટે વિકસિત કરવામાં આવ્યું છે જે ચીનની સાથં સંભવિત સંધર્ષમાં સામેલ થઇ શકે છે.
બીજીંગે ગત બે દાયકામાં મિસાઇલો લડાકુ વિમાનો પરમાણુ પનડુબીઓ અને અન્ય હથિયારોને વિકસિત કરવાના પ્રયાસમાં ખુબ ખર્ચ કર્યો છે જેથી તે પોતાની સીમાઓથી પર પોતાની સેનાને વિસ્તાર આપી શકે અહેવાલ અનુસાર ડીએફ ૨૬ બીને ઉત્તર પશ્ચિમી પ્રાંત કિંગહાઇથી જયારે ડીએફ ૨૧ ડીને પૂર્વી કિનારા પર શંધાઇના દક્ષિણ માં આવેલ જેઝિંયાંગ પ્રાંતથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું.HS