Western Times News

Gujarati News

ડ્રેનેજ ડીશિલ્ટીંગના કામમાં જવાબદારી નક્કી કરવા કમિશ્નરનો આદેશ

File

સુપર-સકર-જેટીંગ માટે પાંચ વર્ષમાં રૂ.૪૦ કરોડનો ખર્ચઃ પરીણામ શૂન્ય

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનમાં ચોમાસાની શરૂઆત પેહલાં પરંપરાગત રીતે ે‘પ્રિ-મોન્સુન’ એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. જેમાં કેચપીટો અને મેનહોલની સાફ-સફાઈ પર વધુ ભાર મુકવામાં આવે છે. સામાન્ય રીતે દર વરસે ૧પ એપ્રિલથી ડીશિલ્ટીંગના કામ શરૂ કરવામાં આવે છે. જે વરસાદ શરૂ થાય ત્યાં સુધી ચાલે છે. ડ્રેનેજ ડીશિલ્ટીંગના કામોમાં વ્યાપર ગેરરીતિ થાય છે એ બાબત સર્વવિદિત છે. જેના કારણે જ ગત વરસે મ્યુનિસિપલ કમિશ્નરે તમામ ઝોનમાં કેચપીટ-મેનહોલની ચકાસણી કરી હતી. આગામી ચોમાસામાં સદર પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ હેતુથી ડીશિલ્ટીંગના કામ વહેલા શરૂ કરવા તથા કોન્ટ્રાક્ટર-અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે કમિશ્નરે સુચના આપી હોવાની વિગતો બહાર આવી છે.

ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવવાની તથા ડ્રેનેજ બેકીંગની સમસ્યાના નિરાકરણ માટે દર વરસે ડીશિલ્ટીંગના કામ કરવામં આવે છે. જેના માટે કોઈ જ ટેન્ડર પ્રક્રિયા થતી નથી. ઝોનના એડીશ્નલ કે ડેપ્યુટીની ઈચ્છા મુજબ ઓફર- ક્વોટેશનથી ડીશિલ્ટીંગના કામ આપવામાં આવે છે.

જેમાં રાજકીય કોન્ટ્રાક્ટરોને પણ સાચવવામાં આવે છે. એક અંદાજ મુજબ ઝોનદીઠ રૂ.પ૦ થી ૭પ લાખનો ખર્ચ ડીશિલ્ટીંગ માટે થાય છે તેમ છતાં તેના યોગ્ય પરિણામ મળતા નથી. ગત વરસે વરસાદી પાણીના ભરાવા બાદ મ્યુનિસિપલ કમિશ્નરે કેચપીટ-મેનહોલની ચકાસણી કરી હતી.જેમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાની વિગતો જાહેર થઈ હતી. જેના કારણે કમિશ્નરે ડીશિલ્ટીંગ માટે જવાબદારી નક્કી કરવા આદેશ આપ્યા છે.

ગત ગુરૂવારે મળેલી રીવ્યૃ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશ્નરે ડીશિલ્ટીંગની કામગીરી એક મહિના પહેલાં શરૂ કરવા તથા તમામ મેનહોલ-કેચપીટની સફાઈ ૧પ એપ્રિલ સુધી પૂર્ણ થાય એની તકેદારી રાખવા પણ સીટી ઈજનેરને સુચના આપી હતી. સુત્રોએ જણાવ્યા અનુસાર ડીશિલ્ટીંગના પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ તેની ચકાસણી માટે ‘ટ્રીગર ઈવેન્ટ’ની તૈયારી કરવામાં આવી છે. મતલબ કે એક જ દિવસે, મનપાના તમામ અધિકારીઓ અલગ અલગ વોર્ડમાં મેનહોલ અને કેચપીટની ચકાસણી કરશે તથા યોગ્ય સફાઈ થઈ છે કે કેમ? તેના રીપોર્ટ આપશે.

ડ્રેનેજ ડીશિલ્ટીંગના કામમાં લાખો રૂપિયાની ચુકવણી થયા બાદ પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે. તથા તે અંગે કોઈપણ અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી પણ થતી નથી. તેથી આગામી ચોમાસામાં વરસાદી પાણી ભરાય તો કોની જવાબદારી રહેશે? તે નક્કી કરવા માટે પણ સીટી ઈજનેરને સુચના આપવામાં આવી છે. તેમજ આ અંગે પરિપત્ર કરવા માટે પણ કમિશ્નરે ટકોર કરી હતી. ડ્રેનેજ બેકીંગ કે વરસાદી પાણી ભરાવવાની પરિÂસ્થતિમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર કર્મચારી સામે કઈ કાર્યવાહી કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ કરવા માટે રીવ્યુ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં ડીશિલ્ટીંગ કોન્ટ્રાક્ટ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જ્યારે વર્ષભર સુપરસકર મશીન, જેટીંગ મશીન સહિતના વિવિધ સાધનો દ્વારા પણ ડીશીલ્ટીંગની કામગીરી થાય છે જે પેટે દરસે દહાડે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હાલ ૧૦ નંગ સુપરસકર મશીન, ૧ર હાઈફલો જેટીંગ મશીન, ૦૪ સકશન મશીન, ૧૬ જેટીંગ કરી સકશન મશીન સહિતના સાધનો છ. જે પેટે વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.પ.૧૬ કરોડ, ર૦૧૬-૧૭માં રૂ.૮.૦ર કરોડ, ર૦૧૭-૧૮માં રૂ.૮.૯૭ કરોડ, ર૦૧૮-૧૯માં રૂ.૯.૬૮ કરોડ, તથા ર૦ૅ૧૯-ર૦માં ૩૧મી જાન્યુઆરી સુધીમાં રૂ.પ.પ૬ કરોડનો ખર્ચ થયો છે.

તદુપરાંત દર વરસે સિસ્ટેમેટીક ડ્રેનેજ લાઈનો તથા પાઈપ લાઈન બદલવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચ થાય છે. વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચથી સ્ટ્રોમ વાટર લાઈનો પણ નાંખવામાં આવી છે તેમ છતાં ચોમાસાની સિઝનમાં ર૦૦ કરતા પણ વધુ સ્થળે વરસાદી પાણી ભરાય છે. જેના માટે પણ ‘વરસાદ’ને જ દોષ આપવામાં આવે છે. એક સાથે બે-ત્રણ ઈંચ વરસાદ થયો કે પછી ઓછા સમયમાં વધુ વરસાદ થયો જેવા કારણો આપીને ઈજનેર ખાતાના અધિકારીઓ જવાબદારીમુક્ત થાય છે. જ્યારે વરસાદની સાથજે પ્રજાના રૂપિયાનું પણ ધોવાણ થાય છે. તેથી મ્યુનિસિપલ કમિશ્નરે ડીશિલ્ટીંગ માટે જવાબદારી નક્કી કરવા સીટી ઈજનેરને સુચના આપી હોવાની ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.