ડ્રોન મારફતે લેબોરેટરી સુધી પહોંચ્યા, TBના દર્દીની લાળના નમૂના
હિમાચલના ચમ્બા જીલ્લામાં પ્રયોગ સફળ રહયો
નવીદિલ્હી, તબીબી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીના ઉપયોગમાં ભારતને મોટી સફળતા મળી છે. દેશમાં પહેલીવાર ટીબી દર્દીના લાળના નમુનાને ડ્રોનની મદદથી હવાઈ માર્ગે લેબ સુધી પહોચાડવામાં આવ્યા. પહાડી વિસ્તારમાં ટેસ્ટ નમુના દ્વિચક્રી વાહનની મદદથી લેબ સુધી પહોચાડવાને મુકાબલે ડ્રોનથી મદદથી પહોચાડવા સસ્તા પડે છે.
નમુના પાંચ ગણી વધુ ઝડપે લેબ સુધી મોકલી શકાય છે. ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરીષદ આઈસીએમઆર રવીવારે જણાવ્યું કે હિમાચલપ્રદેશના ચબ્બા જીલ્લામાં ટીબીના નમુનાને લેબ સુધી પહોચાડવામાં ડ્રોનની મદદ લેવામાં આવી હતી. વીતેલા ચાર વર્ષથી આ દિશામાં કામ ચાલી રહયું હતું. તે પછી હવે આ કામગીરીમાં સફળતા મળી છે.
વરીષ્ઠ વિજ્ઞાની ડો.સમીરન પાંડાએ કહયું હતું કે સમગ્ર દેશ માટે આ મોટી ઉપલબ્ધી છે. ટીબી મુકત અભિયાનના લક્ષ્યને હાંસલ કરવામાં હવે સરલતા રહેશે. આ દરમ્યાન આઈસીએમઆરની એક સમીતીએ નમુનાને લેબ સુધી પહોચાડવાની આ યાત્રાની પુરી રીતે પરખ કરી હતી અને અભ્યાસ પણ કર્યો હતો.