ઢોલના તાલે નાચી રહેલા વરરાજાનું અચાનક મૃત્યુ
સુરત, સુરતમાં અરેઠ ગામે એક લગ્નનો પ્રંસગ માતમમાં ફેરવાઇ ગયો છે. વરરાજાનું જ મોત થઈ જતા પરિવારમાં ખુશીનો માહોલ દૂખમાં પરીણય ગયો છે. લગ્નની આગળની રાત્રે મિત્રો સાથે વરરાજા ખુશીથી ઝૂમી રહ્યો હતો. અચાનક જ તે ઢળી પળી છે અને જે બાદ તેણે સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.
જ્યાં હાજર ડૉક્ટર વરરાજાને મૃત જાહેર કરે છે. જાે સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સુરતના અરેઠ ગામે લગ્ન પ્રંસગ લેવાયો હતો. સવારેથી લઈ સાંજ સુધી અનેક વિધીઓ થઈ હતી. યુવાન વયના વરરાજાને પણ કોઈ તકલીફ ન હતી. રાતના સુમારે પીઠી ચોળવાનો કાર્યક્રમ હતો
જે બાદ ડીજેના તાલે નાચ ગાનનો પણ પ્રોગ્રામ હતો. વરરાજાના મિત્રોએ ડાન્સ કરવા તેણે ખભે બેસાડયો હતો અને આસપાસમાં નાના ભૂલકાઓથી માંડી યુવાન વયના લોકો ડીજેના ગીતો પર ઝૂમી રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં નાચતી વખતે છાતીમાં દુખાવો થયો હતો.
https://twitter.com/thechabuk/status/1522192880148058113?ref_src=twsrc%5Etfw
અને અચાનક જ મિત્રના ખભા પર બેઠેલો વરરાજા ઢળી પડતાં પરિવારજનો હેબતાઈ ગયા હતા. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ હાર્ટએટેકને કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું અનુમાન છે. પરિવાર સહિત ગ્રામજનો આ ઘટનાથી ખૂબ વ્યથિત થઈ ગયા છે અને ચોધાર આસુંએ રડી રહ્યા છે.