Western Times News

Gujarati News

તંત્રનો સપાટોઃ હાથીજણમાં ટીપી રોડ પરનાં દબાણો બુલડોઝર ફેરવાયું

File Photo

(એજન્સી) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શહેરમાં ભવ્યાતિભવ્ય રોડ શો યોજાયો હતો. વડાપ્રધાન મોદીને ઘરઆંગણે હરખભેર વધવાવ લાખો અમદાવાદીઓ રોડની બંને બાજુ ઉમટી પડયા હતા. એક તરફ શહેર અને શહેરીજનો મોદીમય બન્યા હતા બીજી તરફ મ્યુનિ. તંત્ર હાથીજડના એક ટીપી રોડ પરનાં દબાણો પર બુલડોઝર ફેરવી રહયું હતું. જાેકે મ્યુનિ. તંત્રની આ સાફસફાઈ કોઈપણ જાતના હોબાળા વગર શાંતિથી પાર પડી હતી.

મ્યુનિ. તંત્રના પૂર્વ ઝોનમાં ટીપી રોડ પરના દબાણ મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલાં દબાણ અને બિનપરવાનગીનાં બાધકામો દૂર કરવાની ઝંુબેશમાં ભાગરૂપે એસ્ટેટ વિભાગની ટીમ ગઈકાલે રામોલ-હાથીજણ વોર્ડમાં ત્રાટકી હતી. રામોલ-હાથીજણ વોર્ડના ડ્રાફટ ટીપીસ્કીમ નં.૭૬ (હાથીજણ-એક)માં હાથીજણ ગામથી જવાહર નવોદય વિધાલય થઈ ગોગાજી મહારાજ મંદીર સુધીના ૧૮ મીટર પહોળાઈના ટીપી રોડમાં આવતાં દબાણોને દૂર કરાયાં હતાં.

તે પહેલાં ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ એકટ ૧૯૭૬ની કલમ ૪૮-એની જાેગવાઈને આધીન કલમ ૬૮ અને તે હેઠળના રૂલ નં.૩૩ મુજબની નોટીસ કબજેદારોને તંત્ર દ્વારા બજાવાઈ હતી.તંત્ર આ ટીપી રોડમાં ભળતી જગ્યાનો કબજાે લઈ તેમાં આવતાં ચાર પાકાં રહેણાકનાં મકાન, એક અંડરગ્રાઉન્ડ-સમ્પ ચાર ટોઈલેટ, એક ઓટલો તેમજ છ ક્રોસવોલ પર બુલડોઝર ફેરવ્યું હતું. હાથીજણના આશરે ૮પ૦ મીટર લંબાઈના રોડ પરનાં ગેરકાયદે બાંધકામને હટાવીને તેને વાહન-વ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.