તકેદારીથી કોરાનાનો પગપેસારો ગુજરાતમાં રોકાશે : રૂપાણી
અમદાવાદ: કોરોના વાયરસને લઇને ગુજરાતમાં કોઇપણ કેસ નોંધાયો નથી છતાં ગુજરાતમાં પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રજાજાગ જાહેર અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમામ લોકો સાથે મળીને વિશેષ કાળજી અને તકેદારી રાખીને કોરોનાનો પગપેસારો ગુજરાતમાં રોકવાના પ્રયાસો કરવાની જરૂર છે.
રાજ્યની હોસ્પિટલમાં સારવાર અને નિદાનની તમામ સુવિધા ઉભી કરાઈ છે. જાહેર પરિવહન સેવાના સ્થળો, એસટી બસ અને શહેરી બસ સેવાઓ દરરોજ સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. રાજ્ય બહારથી આવનાર પ્રવાસીઓ અને મુલાકાતીઓનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસથી બચવા માટેની માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. તમામને પાળવામાં આવે તે જરૂરી છે.
રાજ્ય સરકાર કોરોના વાયરસથી રાજ્યના નાગરિકો અને પ્રજાજનોને સલામત રાખવા માટે સજ્જ છે. મુખ્યમંત્રીએ અપીલ કરતા કહ્યું હતુ ંકે, ભારતમાં પણ કોરોના વાયરસ જાવા મળ્યો છે પરંતુ ગુજરાતમાં આરોગ્ય વિભાગની સતર્કતા અને સરાહનીય પગલા અને જનતા જનાર્દનની જાગૃકતાના લીધે ઝીરો કેસ છે. ગુજરાતમાં રાજ્ય સરકારે શરૂઆતથી જ તકેદારીના અનેકવિદ પગલા લીધા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, સુરતમાં રાજ્ય બહારથી આવનાર મુલાકાતીઓની સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. ભારત સરકાર અને ડબલ્યુએચઓની માર્ગદર્શિકા પ્રમાણે અસરગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓની ત્રણ કેટેગરીમાં વિભાજન કરીને જરૂર જણાય તો આઈસોલેટ અથવા તો કોરેન્ટાઇન પણ કરી રહ્યા છીએ. રાજ્યની હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી ચુકી છે.
ગુજરાતમાં શાળા કોલેજામાં બાળકો અને અન્યોમાં રોગ ન ફેલાય તે માટે શાળા કોલેજા, ટ્યુશન ક્લાસીસ, સિનેમાઘરો,સ્વિમિગપુલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જાહેર પરિવહન સેવાના સ્થળો, એસટી બસ ડેપો, એસટી બસ, શહેરી બસ સેવા દરરોજ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. આ વાયરસ ડ્રોપલેટથી ફેલાઈ રહ્યો છે જેથી જાહેરમાં થુકવા પર પ્રતિબંધ મુકાયો છે.
સાથે મળીને સામાન્ય ઉપાય હાથ ધરવાની જરૂર છે. હાથ મિલાવવાના બદલે નમસ્તે અભિવાદન કરવાની જરૂર છે. ઉદરસ કે છીંક શર્ટની બાય અથવા રુમાલ ખાવી, કફ અટીકેટ જાળવવી જાઇએ. સિનિયર સિટિઝનો જેમની વય ૬૦થી ઉપર છે તેમને પણ સાવચેતી રાખવાની જરૂર છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન અને અસ્થમા જેવી તકલીફ ધરાવતા લોકોને હોમ કોરેન્ટાઇન રહેવાની જરૂર છે.
સાડા છ કરોડ ગુજરાતી લોકોએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવી રહેલા પગલામાં સહકાર કરી રહ્યા છે. આજ કારણસર ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો નથી. જા કાળજી અને આરોગ્ય પ્રત્યે સચેત રહીશું તો ભવિષ્યમાં પણ આ વાયરસ ગુજરાતમાં પ્રવેશ કરશે નહીં.