Western Times News

Gujarati News

તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનુ પાલન કરવામાંથી મુક્તિ

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદીઓ માટે ગરમીમા રાહત આપતો નિર્ણેય શહેર પોલીસ લેવા જઈ રહી છે. જે ર્નિણય છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો. કાળઝાળ ગરમીમા જેનાથી વાહન ચાલકોને આંશિક રાહત મળશે. અને હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામાથી પણ મુક્તિ મળશે.

શહેર પોલીસનો શહેરીજનો માટે રાહત આપતો ર્નિણય લેવાની છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ સિગ્નલ બંધ રાખવાનો નિર્ણેય લેવામા આવશે.બપોર ૧ વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ વધતા વાહન ચાલકોને તડકામા સિગ્નલ પર ઊભા રહેવાના કારણે મુશ્કેલીઓ વધે છે. લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમા સ્ગિનલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે.

અભિપ્રાય બાદ ટુંક સમયમા સિગ્નલ બંધ રાખવાનો નિર્ણેય લેવામા આવશે. ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના નિર્ણેયથી કાળઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જકસનો પર બપોરે સિંગનલ બંધ રહેશે.જેથી તડકામાં સિગ્નલ પર ઉભુ ના રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસે મહત્વનો ર્નિણય લીધો છે.

મહત્વનુ છે કે ઉનાળામાં રસ્તે જતા વાહન ચાલકો ડીહાઇડ્રેશનને કારણે પડી જવાના કિસ્સાઓમાં સામે આવતા આ ર્નિણય લેવાની વિચારણ કરવામા આવી હતી. હવે અમલીકરણ કરાશે. મહત્વનુ છે કે, ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાનો નિર્ણેય લીધો છે. આ નિર્ણેયથી વાહન ચાલકોને ઉનાળાની કાતીલ તડકાથી રક્ષણ મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.