તણાવ ચરમસીમાએ: અમેરિકાના ફાઈટરો ચીન પર ત્રાટક્વા તૈયાર
નવીદિલ્હી,અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્લેન રેડી છે. ચીન પર ત્રાટકવા માટે માત્ર રાહ જાેવાઈ રહી છે એક વખત ટ્રમ્પની હા થયે અમેરિકા અને તાઈવાન સાથે મળીને ખંધા ચીનને મજા ચખાડવા તૈયાર છે ચીનની નજર તાઈવાન પર છે. વિસ્તારવાદી ડ્રેગન તાઈવાનને હડપવા ટાંપીને બેઠુ છે પરંતુ વચ્ચે અમેરિકા બેઠુ છે.
સાઉથ- સી માં ટ્રમ્પના ખતરનાક ફાઈટર વિમાનો અને મિસાઈલો ચીની સેનાનો કચ્ચરઘાણ વાળવા સજ્જ છે. વળી તાઈવાન પોતે પણ અમેરિકા પાસેથી ૯૦ જેટલા એફ- ૧૬ લેવાની તૈયારીમાં છે તો ટ્રમ્પના રોનાલ્ડ રેગન જહાજમાં અનેક ફાઈટર વિમાનો- મિસાઇલ્સ તૈયાર છે. તો ચીનથી ૩ થી ૪ હજાર કિલોમીટર દૂર આવેલા ગુઆન લશ્કરી બેઝ પર અમેરિકાની મિસાઈલો અને સેંકડો ફાઈટર વિમાનો રેડી પોઝીશનમાં છે. બીજી તરફ યુ.એ.ઈ. – ઈઝરાયેલની સંધીથી ઈરાન નારાજ થયુ છે ઈરાને લશ્કરને કૂચ કરવા આદેશ આપી દીધા છે સાઉદી અરબની સરહદે ઈરાની સેનાએ મોરચો સંભાળી લીધો છે. ગમે ત્યારે યુ.એ.ઈ. પર ઈરાની સેના ત્રાટકે તેવી સંભાવના સરંક્ષણ નિષ્ણાંતો વ્યકત કરી રહયા છે.
ઈરાને યુ.એ.ઈ.ને સંધિ પાછી ખેંચી લેવા ચેતવણી આપ્યા પછી સ્થિતિ ગમે ત્યારે ગંભીર વળાંક લે તેમ મનાય છે. તો ઈરાકના ગ્રીન ઝોનમાં હમણા જ પાછા રોકેટો ઝીંકવામાં આવ્યા હતા જેને લઈને વાતાવરણ ગરમાયુ હતું. દરમિયાનમાં તુર્કી અને ગ્રીસ વચ્ચે તનાતની ચાલી રહી છે. ગ્રીસે તુર્કીના જહાજાે પર મિસાઈલ છોડી હતી તો ફ્રાંસ પણ એરસ્ટ્રાઈક કરીને તુર્કીન ે પરચો આપી રહયુ છે. આ બધાની વચ્ચે રશિયા તુર્કીના સપોર્ટમાં ઉતરશે તો અમેરિકાને પણ મેદાનમાં ઉતરવુ પડશે. આમ કોરોના કાળમાં દુનિયાના દેશો આમને-સામને આવી જાય તેવા એંધાણ વર્તાઈ રહયા છે.
ભારત સામે ચીન- પાકિસ્તાનની સંયુક્ત ધરી રચાઈ રહી છે ચીન- ભારતની સેના પણ આમને- સામને ગોઠવાઈ ગઈ છે. હમણા તો શસ્ત્રોની ગોઠવણીની વચ્ચે શાંતિની વાર્તા ચાલી રહી છે પરંતુ આ વખતે શિયાળામાં વિશ્વના જુદા- જુદા દેશો વચ્ચે કંઈ પણ થાય તેમ મનાય છે. મતલબ એ કે ઓકટોબર- નવેમ્બર ચીન-અમેરિકાને કારણે અન્ય દેશો સામ સામે આવી જાય તો નવાઈ રહેશે નહિ. પરંતુ હાલમાં અમેરિકા- ચીન વચ્ચે તનાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ગમે ત્યારે શું થઈ જાય તે કહેવુ મુશ્કેલ છે. અમેરિકા ચીનની વિસ્તારવાદી નીતિથી નારાજ છે આ સિવાય અન્ય મુદ્દાઓને લઈને અમેરિકાની નારાજગી જગ જાહેર છે.HS