તણાવ વચ્ચે 17 નવેમ્બરે આમને-સામને થશે PM મોદી અને જિનપિંગ
નવી દિલ્હી, ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાના પ્રયાસો શરૂ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 17 નવેમ્બરે BRICSની બેઠકમાં આમને-સામને થઈ શકે છે. 17 નવેમ્બરે BRICS દેશોની વર્ચ્યૂઅલ બેઠક યોજાશે. BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે.
ઉલ્લેખનિય છે કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વિય લદ્દાખમાં પાંચ મહિનામાં ગતિરોધ બનેલો છે જેમાં બંન્નેના સંબંધોમાં મહત્વપૂર્ણ રૂપથી તણાવ આવ્યો છે. વિવાદના હલ માટે બંન્ને પક્ષોએ ઘણી સૈન્ય વાર્તાઓ કરી છે. જો કે ગતિરોધને દૂર કરવામાં કોઈ સફળતા મળી નથી.
બંન્ને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે 12 ઓક્ટોબરે એક અને બે તબક્કાની વાતચીત થવાની છે જેનો એજન્ડા ખાસ કરીને વિવાદોવાળા પોઈન્ટ પરથી સૈનિકોને પરત લેવાની રૂપરેખા નક્કી કરવાનો છે.
કોઈ પણ પડકારનો સામનો કરવા માટે ભારતે પહેલાં ઉંચાઈવાળા આ ક્ષેત્રમાં હજારો સૈનિકો અને સૈન્ય સાજો-સામાનની તૈનાતી કરી છે. ભારતીય વાયુસેનાએ પણ પૂર્વિય લદ્દાખ અને LAC પાસેના સ્થાનો પર સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર અને મિરાજ 2000 જેવા પ્રથમ હરોળના ફાઈટર પ્લેન પહેલેથી જ તૈનાત કરી રાખ્યા છે.