તનાવ વચ્ચે ભારતીય જવાનોએ ત્રણ ચીની નાગરિકોનો જીવ બચાવ્યો
નવીદિલ્હી, ભારત અને ચીન વચ્ચે હાલ વાસ્તવિક નિયંત્રણ રેખા પર તનાવનો માહોલ છે કહેવાયમાં આવી રહ્યું છે કે ચાર મહિનાથી બંન્ને દેશની સેના સામ સામે છે આ દરમિયાન બે વખત સૈનિકો વચ્ચે અથડામણ પણ થઇ હતી જાે કે આમ છતાં માનવતા પોતાની જગ્યા પર કાયમ છે. ચીન સાથે દુશ્મની છતાં ભારતીય સેના જરૂર પડે તો ચીનના નાગરિકોની મદદ કરવા માટે જરા પણ પાછીપાની નથી કરતા આવો જ એક બનાવ સિક્કિમ ખાતે બન્યો છે અહીં ખરાબ હવામાનને કારણે ત્રણ ચીની નાગરિકો રસ્તો ભટકી ગયા હતાં આવા મુશ્કેલ સમયમાં ભારતીય સેનાએ ત્રણેયને બચાવ્યા હતાં ત્રણેયની સારવાર કરાવી હતી અને ચીન પરત મોકલી દીધા હતાં.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
સેનાના જણાવ્યા અનુસાર ચીનના ત્રણેય નોર્થ સિક્કિમ પ્લાટ્ વિસ્તારમાં ત્રીજી સપ્ટેમ્બરના રોજ રસ્તો ભટકી ગયા હતાં આ વિસ્તાર ૧૭,૫૦૦ ફુટ ઉચાઇ પર છે પ્રાપ્ત વિગતો અનુસાર અહીં એક મહિલા અને બે પુરૂષ બરફમાં રસ્તો ભુલી ગયા હતાં ત્રણેયને આવી હાલતમાં જાેઇને સેનાના જવાનોએ તાકિદે ત્રણેયને બચાવી લીધા હતાં ભારતીય સેનાએ ચીનનના નાગરિકોને જમવાનું ,પાણી ઓકિસજન ગરમ કપડા અને દવા આપી બાદમાં ત્રણેય નાગરિકોને યોગ્ય રસ્તા બતાવ્યા બાદ તેમને પોતાના સ્થાન પર પહોંચાડવામાં મદદ કરી હતી સેના તરફથી આ મામલે ટ્વીટ કરીને લખવામાં આવ્યું કે માનવતા સર્વોપરિ છે.
ભારત હંમેશા મદદ માટે તૈયાર રહે છે પરંતુ ચીન હંમેશા અપલખણ ઝળકાવતું રહે છે. કહેવાય છે કે ચીનના સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના પાંચ લોકોનું અપહરણ કર્યું છે જે પાંચ લોકોું અપહરણ કરવામાં આવ્યું છે તેઓ ટાગીન સમાજમાંથી આવે છે આ તમામ લોકો નજીકના જંગલમાં શિકાર માટે ગયા હતાં. ભારત ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે જેની શરૂઆત ઉત્તર પૂર્વ અરૂણાચલ પ્રદેશથી થાય છે.HS