તનિષ્કે એનું ફેસ્ટિવ કલેક્શન –‘ઉત્સાહ’ લોન્ચ કર્યુ
ભારતની ટોચની રિટેલ જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે એનું ફેસ્ટિવ કલેક્શ –ઉત્સાહ– ફેસ્ટિવ ઓફ લાઇફ શરૂ કર્યું છે. તનિષ્કની લેટેસ્ટ ફેસ્ટિવ રેન્જ પરંપરા અને આધુનિકતાના શ્રેષ્ઠ સમન્વય સાથે શુદ્ધ ગોલ્ડમાં સુંદર આધુનિક જ્વેલરીનું પ્રતિનિધિત્વ કરતી લેટેસ્ટ ફેસ્ટિવ રેન્જ છે.
જ્યારે આ કલેક્શનમાં વિશિષ્ટ આધુનિક જ્વેલ્સમાં ભારતના સમૃદ્ધ વારસાને નવેસરથી પરિભાષિત કરવામાં આવ્યો છે, ત્યારે પ્લેન ગોલ્ડ અને ઓર્નેટ ગોલ્ડમાં બારીક અને વિશિષ્ટ ડિઝાઇનો ધરાવે છે. આ રીતે કલેક્શન એથ્નો-કન્ટેમ્પરરી છે. કલેક્શન ખાસ કરીને એવી મહિલાઓ માટે ડિઝાઇન કરેલું છે, જે આધુનિકતા અને વિવિધતા ઇચ્છે છે તથા ડિઝાઇનો માટે સમજુ દ્રષ્ટિ ધરાવે છે.
ઉત્સાહ કલેક્શન જિયોમેટ્રિકલ (ભૌમિતિક) સ્વરૂપોમાં પરંપરાગત છાપને આધુનિક સ્વરૂપ આપવા ભાર મૂકવાની સાથે નવી સ્ટાઇલ અને શ્રેષ્ઠ આધુનિક પ્રક્રિયા સાથે સિલહટને નવેસરથી પરિભાષિત કરે છે. આ આકર્ષક અને સ્ટાઇલિશ કલેક્શનને મોડર્ન ફિલિગ્રી, સ્ટેમ્પ અને વાયર વર્ક, એમલ, રત્ન પર જાળી, ટિકલી, રવા અને બોલ વર્ક જેવી વિવિધ કારીગરીના ઉપયોગ પર ગર્વ છે. સોનાની ચમક ધરાવતું આ કલેક્શન વિવિધ ટેક્સચર અને પટર્નને વણી લે છે.
ચાલુ વર્ષે તહેવારના વિવિધ પ્રવાહની ધારણા પર તનિષ્કે ભવ્ય લૂક માટે સ્તર ધરાવતા વિશિષ્ટ નેકપીસની આકર્ષકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, આ કલેક્શનની એક મુખ્ય ખાસિયત છે. ‘ઉત્સાહ’ બાય તનિષ્કમાં બારીક, સાંસ્કૃતિક વારસાગત અને જૂની સમકાલીન ડિઝાઇનોનું આધુનિક સંવેદનાઓ સાથે શ્રેષ્ઠ મિશ્રણ થયું છે,
જે પરંપરાગત કારીગરીને નવું જીવન આપે છે. આ કલેક્શન ભારતીય હેરલૂમ કળાની પેટર્નમાંથી પ્રેરિત પ્રથમ પ્રકારની આધુનિક-વારસાગત જ્વેલરી તરીકે અલગ તરી આવે છે, જે એ આ દિવાળીએ કોઈ પણ મહિલાના લૂકને સંપૂર્ણ બનાવે છે.
આ ફેસ્ટિવ કલેક્શનને પ્રસ્તુત કરવા પર ટાઇટન કંપની લિમિટેડના ચીફ ડિઝાઇન ઓફિસર સુશ્રી રેવંતી કાંતે કહ્યું હતું કે, “દર વર્ષની જેમ અને ખાસ કરીને દિવાળી માટે તનિષ્ક તમારા તહેવારનો આનંદ-ઉમંગ-ઉત્સાહ વધારવા અમારા કારીગરોએ સુંદર ડિઝાઇન સાથે બનાવેલું કલેક્શન રજૂ કરે છે. અમારું દિવાળીનું લેટેસ્ટ કલેક્શન – ઉત્સાહ ‘વેરેબિલિટી’ (પહેરવાની ક્ષમતા)ના પાસાંને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલું છે, જે તહેવારની આ સિઝન માટે જ્વેલરીના મુખ્ય ટ્રેન્ડ તરીકે બહાર આવ્યું છે.
ઉત્સાહ બારીક, પરંપરાગત છાપોનું એક સુંદર મિશ્રણ છે, જેને લઘુતમ સમકાલીન સિલ્હટમાં ફરી પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને ડિઝાઇન ક્લાસિકલ અને પરંપરાગત જ્વેલરી ડિઝાઇનોને નવા અવતારમાં પ્રસ્તુત કરી આધુનિક બનાવવાના વિચારથી પ્રેરિત છે.
ઉત્સાહને વિશિષ્ટ બનાવતી ખાસિયત એ છે કે, એમાં આધુનિક છાપો સાથે વિવિધ ટેકનિકનો સમન્વય થયો છે અને સ્તરનો ઉપયોગ એને આકર્ષક અને કિંમતી લૂક આપે છે. ડિઝાઇન અને કારીગરી ટેકનિકોનો કુશળતાપૂર્વક ઉપયોગ અમને વાજબીપણા અને સુંદરતા એમ બંને દ્રષ્ટિએ સંપૂર્ણ આનંદ આપવા મદદરૂપ થયો છે. અમને આશા છે કે, અમારું લેટેસ્ટ ફેસ્ટિવ કલેક્શન તમારી ઉજવણીની ચમકમાં વધારો કરશે.”
ઉત્સાહ કલેક્શન અંતર્ગત ઉત્પાદનોની પ્રાઇસ રેન્જ રૂ. 35,000થી શરૂ થાય છે. ઉત્સાહના વિશિષ્ટ ઉત્પાદનોની રેન્જ માટે વેબસાઇટ જુઓઃ www.Tanishq.co.in
બારીક ડિઝાઇન અને આકર્ષકતાનું સંતુલન ધરાવતો આ સુંદર નેકલેસ નવા વારસાનો આનંદ આપે છે. આ દરેક મહિલા માટે જરૂરી છે, કારણ કે આ નાના-મોટા દરેક પ્રસંગ માટે પરફેક્ટ પસંદગી છે.
આ વિશિષ્ટ ચોકરમાં પરંપરાગત પેટર્નના ભારતીય પાસાં અને આધુનિકતાનો સમન્વય નેકલેટની આકર્ષકતા વધારે છે. લાલ છાપ એને વધારે સંપૂર્ણ અને સ્માર્ટ પસંદગી બનાવશે.
પરંપરાગત કળાના ટ્વિસ્ટ સાથે આધુનિકતા. એમાં સમકાલીન અને શાહી વારસાનો સુભગ સમન્વય થયો છે. સોનાની સુંદર રીતે મોડ્યુલ શીટ પર ફૂલમાં પીરોજનું ડ્રોપ વારસાગત લૂકને ફરી જીવંત કરે છે.
રત્નજડિત કુંદન ઝુમકાની ઉપર સુંદર ગોળાકાર ડિસ્કના સ્તર, રવાની સંપૂર્ણ ડિઝાઇન સાથે ચમકદાર ચોરસ ધરાવતી ટોચ આ પીસને સુંદર આકર્ષક બનાવે છે