Western Times News

Gujarati News

તને બધાનાં સ્વભાવમાં નેગેટીવ પોઈન્ટ જ દેખાય છે!

Image of young psychiatrist comforting her sad patient

પંકિતા જી. શાહ

જવા દે યાર! એ બરાબર નથી. એનો સ્વભાવ તો થર્ડ ક્લાસ અને ઈગોસ્ટીક છે. એને તો બહુ જ અભિમાન છે. એતો ક્યારેય કામમાં જ ના આવે. આવા ઘણાં બધાં વાક્યો ઘણી વ્યક્તિનાં મોંઢેથી સાંભળ્યા હશે.

દરેક વ્યક્તિમાં કોઈક સારી તો કોઈક ખરાબ આદત પણ ક્યાંક કોઈનામાં હોય છે. સો એ સો ટકા કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતો. દરેકમાં પ્લસ – માઈનસ હોય જ છે. પણ એ વ્યક્તિ ઉપર છે કે તમે એનામાં કયો ગુણ જુઓ છો. જો નેગેટિવ જોશો તો નેગેટિવ જ દેખાશે અને પોઝીટીવ જોશો તો પોઝીટીવ દેખાશે. જેવી નજર એવી દુનિયા છે.

એક પતિ પત્ની હતા. પત્ની હંમેશા એની સર્વન્ટમાં ખોડ ખાંપણ – ભૂલો કાઢે. આ કામ બરાબર નથી કર્યું. ડસ્ટીંગ બરાબર નથી કર્યું એમ કરીને રોજ એને ટોકે. એટલે એકવાર એનાં પતિએ એને કહ્યું, કે એક કામ કર તું આને છોડી દે અને તું જ કામ જાતે કર. ત્યાં જ પત્નીએ કહ્યું, ના રે… મારાથી કામ ના થાય. ત્યાં જ પતિએ કહ્યું, તો શું કામ આટલી બધી માથાકૂટ કરે છે. તું એને પોઝીટીવ રીતે લે કે એ કેટલા બધાં ઘરનાં કામ કરે છે. પણ તું એનામાં નેગેટીવ પોઈન્ટ જ શોધે છે. જ્યારે એણે સારું કામ કર્યું હોય ત્યારે તું એને અપ્રિસિયેટ કરવાને બદલે એતો કામ કરે જ ને એનાં તો રૂપિયા એને આપું છું એમ કહી દે છે.

advt-rmd-pan

ઘણી વ્યકિત તો એવી હોય છે કે વ્યક્તિની સામે મીઠું મીઠું બોલે અને એની પાછળ એનું ખરાબ બોલે. એનો અર્થ શું? જે વ્યક્તિથી તમને પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ બીજાને કહેવાથી સોલ્વ થઈ જશે? હા વ્યક્તિની કોઈ મેજર એવી વાત હોય – ભૂલ હોય તો તમે એને એકલાં હોવ ત્યારે શાંતિથી કહી શકો છો. પણ બધાંની સામે એનું ખરાબ બોલવાથી ખરાબ બોલનારનું જ ખરાબ લાગે છે.

બે મિત્રો હતા. એક મિત્ર હંમેશા એનાં દરેક મિત્રનું ખરાબ જ બોલે. દરેકમાં કંઈક ને કંઈક ખામી કાઢે. નવ્વાણું કામ કોઈએ એનાં સારા કર્યા હોય પણ જો એક કામ ના કર્યું હોય તો એ એનાં વિશે ખરાબ બોલે. એટલે એનાં બીજા મિત્રએ કહ્યું, “યાર સાચું કહું તો તું પણ પરફેક્ટ નથી. આમ જોવા જઈએ તો તારો સ્વભાવ જ નેગેટિવ છે. તું કોઈની સારી બાબતને જોઈ શકતો જ નથી. તું દરેકમાં કોઈને કોઈ ભૂલ કાઢે છે.”

ઘણી વ્યકિતની પ્રકૃતિ હોય છે પાણીમાંથી પોરો કાઢવાની. જે ક્યારેય કોઈનું સારું બોલી જ ના શકે. સારાને સારું ના કહી શકો તો કંઈ નહીં પણ ખરાબ તો ના કહો.

એક ગામમાં એક વ્યક્તિ આવ્યો. એણે ગામનાં એક વ્યક્તિને કહ્યું આ ગામમાં કોઈ સારું જ નથી. પેલા ભાઈ કહે હા સાચી વાત છે અહીં કોઈ સારું જ નથી. ત્યાં જ બીજો વ્યક્તિ આવ્યો તેણે એ ગામનાં ભાઈને કહ્યું, ખરેખર આ ગામમાં રહેવાની ખૂબ જ મજા આવી. અહીં બધાંનો સ્વભાવ ખૂબજ સરસ છે. બધાં સારા છે. એટલે પેલાં ભાઈએ કહ્યું હા સાચી વાત છે આ ગામમાં બધાં સારા છે. એટલે ત્યાં જ પેલી વ્યક્તિએ કહ્યું કે મેં કહ્યું ત્યારે તમે પણ ના પાડી કે આ ગામમાં કોઈ સારું નથી તો હવે કેમ સારું કહો છો?

ત્યારે ગામનાં એ વ્યક્તિ એ કહ્યું, ભાઈ એ તો દરેકની દ્રષ્ટિ – સ્વભાવ અને વિચાર ઉપર છે. જેનો સ્વભાવ અને વિચાર સારા હોય એ જ બીજી વ્યક્તિમાં સારું જોઈ શકે.

છેલ્લે… દરેક વ્યક્તિમાં કોઈક તો સારો ગુણ – પોઝીટીવ પોઈન્ટ હોય જ છે બસ એ વાત જોવા માટે તમારી દ્રષ્ટી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.