‘તને બહુ એટિટ્યુડ આવી ગયો છે’ કહીને મેનેજરે કર્મચારીને મુક્કા મારીને ફટકાર્યો

(એજન્સી) અમદાવાદ, નિકોલમાં તને બહુ એટિટ્યુડ આવી ગયો છે તેમ કહીને મેનેજરે કર્મચારીને મુક્કા મારીને ઢોર માર મારીને લોહીલુહાણ કરી દીધો હતો. ઠક્કરનગરમાં આવેલ જય અંબે સોસાયટીમાં રહેતા ચિરાગ ઉર્ફે ભોલુ પરમારે ફરિયાદ નોંધાવી છે. ચિરાગ છેલ્લા દોઢ મહિનાથી નિકોલમાં ડી માર્ટમાં નોકરી કરે છે.
ગઈકાલે રોજિંદા સમય મુજબ ચીરાગ નોકરી પર ગયો હતો. તે વખતે ડી માર્ટના મેનેજર કિરણ પરમાર ચિરાગ પાસે આવીને કહ્યું કે તું કેમ ખિસ્સામાં હાથ નાખીને ઉભો છે તને બહુ એટિટ્યુડ આવી ગયો છે તેમ કહીને ચિરાગને તે બહાર લઈ ગયો હતો.
મેનેજરે કહ્યું કે હું તારો બોસ છું આમ કહીને ચિરાગના મોઢા પર મુક્કો મારી દીધો હતો. જાેતજાેતામાં મેનેજરે ચિરાગને માર પણ માર્યો હતો. ચિરાગે બૂમાબૂમ કરતાં આસપાસનો સ્ટાફ આવી જતાં તું આજે બચી ગયો છે ફરીથી ક્યાંક રસ્તામાં મળીશ તો તને જાેઈ લઈશ આમ કહીને મેનેજર જતો રહ્યો હતો. ચિરાગને લોહી નીકળતું હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.