તન્મય વેકરિયા એક સમયે બેન્કની નોકરી કરતો હતો
ટીવીના સૌથી પસંદગીના અને પ્રખ્યાત ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત વર્ષ ૨૦૦૮માં થઈ હતી
નવી દિલ્હી: ટીવીના સૌથી પસંદગીના અને પ્રખ્યાત ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત વર્ષ ૨૦૦૮માં થઈ હતી અને આ શો ૧૩ વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં જાેવા મળનાર દરેક કેરેક્ટર ખાસ છે અને તેમાંથી એક છે બાઘા, જે જેઠાલાલની દુકાનમાં કામ કરે છે. બાઘાનો રોલ પ્લે કરનાર એક્ટરનું સાચુ નામ તન્મય વેકરિયા છે. શોમાં બાઘાના રોલને ખુબ પસંદ કરવામાં આવે છે. તન્મય ગુજરાતનો રહેવાસી છે.
તેના પિતા અરવિંદ વેકરિયા પણ એક્ટર રહ્યા છે અને ઘણા ગુજરાતી નાટકોમાં તેમણે કામ કર્યુ છે. જાણકારી પ્રમાણે તન્મયે આશરે ૧૫ વર્ષ સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યુ છે. તન્મયના રોલની વાત કરીએ તો એવું નથી કે તેને શોમાં સરળતાથી બાઘાનો રોલ મળી ગયો, આ પહેલા તે શોમાં ચાર અન્ય કેરેક્ટર પ્લે કરી ચુક્યો છે જેમાં ઓટો ડ્રાઇવર, ટેક્સી ડ્રાઇવર, ઇન્સ્પેક્ટર અને ટીચરનો રોલ સામેલ છે. ત્યારબાદ ૨૦૧૦માં બાઘાનું કેરેક્ટર બન્યુ. ત્યારથી તે દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.
અહેવાલો પ્રમાણે તન્મય પહેલા બેન્કમાં નોકરી કરતો હતો, જ્યાં તે માર્કેટિંગ એક્ઝિક્યુટિવના પદ પર કાર્યરત હતો અને મહિને ૪ હજાર રૂપિયા મળતા હતા. પરંતુ તન્મયના પિતા એક્ટર હતા અને તે પણ એક્ટર બનવા ઈચ્છતો હતો આ કારણ છે કે તેણે અભિનયના ક્ષેત્રમાં પગ મુક્યો. આજે તે શોની ઓળખ બની ગયો છે. તન્મય વેકરિયાએ આ પહેલા ગુજરાતી કોમેડી નાટક ઘર ઘર ની વાતમાં કામ કર્યુ તુ. આ સિવાય તે વર્ષ ૨૦૧૭મા રિલીઝ થયેલી ફિલ્મ સમય ચક્ર ટાઇમ સ્લોટમાં પણ જાેવા મળી ચુક્યો છે.