Western Times News

Gujarati News

તબીબોની હડતાલના પગલે ભરૂચ સિવિલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમ અટક્યા

ભરૂચથી ૩૦ કિલોમીટર દૂર હાંસોટના સી.એચ.સી સેન્ટર ઉપર પોસ્ટમોર્ટમ કરી શકાશે ઃ આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા.

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં તબીબો પડતર માંગણીઓને લઈ સતત ત્રીજા દિવસે પણ હડતાલ ઉપર રહેતા હોસ્પિટલમાં રહેલા દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી.તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમનો પ્રશ્ન ઉભો થયો હતો

અને ચાર જેટલા મૃતદેહો પોસ્ટમોર્ટમ વિના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી હતી.જેના કારણે મૃતકોના સ્વજનોમાં પણ ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.પરંતુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ વહેલી તકે થાય તે માટે સ્વજનોએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં તબીબોએ ૧૮ જેટલી પડતર માંગણીઓને લઈ છેલ્લા ત્રણ દિવસથી આંદોલન ઉપર ઉતર્યા છે.જેના કારણે હોસ્પિટલોમાં તબીબોના અભાવે ભારે દર્દીઓની હાલત દયનીય બની રહી છે.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રિએ ઓસારા મંદિર દર્શન કરી પરત ફરી રહેલા મોટર સાયકલ ઉપર સવાર મહિલા જ રોડ પર પટકાતા તેની ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું મોત થયું હતું

અને આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લાવવામાં આવ્યો હતો.પરંતુ તબીબોની હડતાલના પગલે મૃતદેહ મોડી રાત્રી બપોર સુધી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પોસ્ટમોર્ટમ વિના રહ્યો હતો.તદુપરાંત અન્ય ત્રણ જેટલા મૃત્યુ પણ પોસ્ટમોર્ટમ વિના રહ્યા હતા જેના કારણે મૃતકોના સ્વજનોની હાલત પણ કફોડી બની હતી.

સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ વિનાના હોવાના મુદ્દે હડતાલ કરી રહેલા આરોગ્ય અધિકારી ડોક્ટર જે. એસ દુલેરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચ થી ૩૦ કિલોમીટર દૂર હાંસોટના સી.એચ.સી સેન્ટર ઉપર પોસ્ટમોર્ટમ કરી શકાય છે.તેમ કહી અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત્‌ રહેશે

જેના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ વિના રહ્યા હોવાના કારણે મૃતકના પરિવારજનો ચિંતિત બન્યા છે. જાેકે ભરૂચ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત્‌ રહી હતી અને ભરૂચ સિવિલ હોસ્પિટલ માંથી તબીબોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ ઉપર રહ્યા હતા

અને ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાંથી તબીબોએ વિવિધ પડતર માંગણીઓને લઈ ભરૂચ શહેરમાં રેલી સ્વરૂપે નીકળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તબીબોની રેલી નીકળી શહેરના સ્ટેશન રોડ થઈ વિવિધ વિસ્તારોમાંથી ભ્રમણ કરી હોસ્પિટલ ખાતે પરત આવી હતી પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલના પગલે મૃતદેહ રઝળતા રહ્યા હતા.

સરકારી તબીબોની હડતાળમા ભરૂચના પણ ૯૦ થી વધુ ડોક્ટર્સ જાેડાતા પી.એમ સહિત આરોગ્ય સેવાઓને માઠી અસર થઈ રહી છે.ત્યારે હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ દ્વારા સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલી કાઢવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.