તબીબોની હડતાળના પગલે સયાજી હોસ્પિટલની સેવા ખોરવાઈ
વડોદરા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબોની હડતાલના ત્રીજા દિવસે ઓપીડી, આઈસીયુ સહિતની સેવાઓ પર પણ અસર પડી રહી છે. તબીબોની હડતાળને પગલે અન્ય આરોગ્ય સેવાઓને પણ અસર પડી શકે છે. સતત ત્રીજા દિવસે તબીબો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાની સયાજીના તબીબો દ્વારા જુનિયર ડોકટરોની સેવા લેવામાં આવે તે સહિતની માંગ સાથે સુપ્રિટેન્ડન્ટ કચેરીની બહાર ધરણાં પ્રદર્શન કરાયું હતું.
તબીબોની બનેલા એક કમિટીના સભ્ય ડો. ભાર્ગવ જાેષીના જણાવ્યા અનુસાર તબીબો બ્લેક ડે ઉજવી રહ્યા છે. ચોથા દિવસે પણ સયાજી હોસ્પિટલ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સુપ્રિટેન્ડન્ટ કચેરી બહાર ધરણા કરવામાં આવશે. સોમવારે બપોરે બાર વાગ્યાથી લડતનો આરંભ થયો છે. તબકકાવાર સેવા બંધ કરવામાં આવી રહી છે.
વડોદરા સયાજી હોસ્પિટલમાં લગભગ ૧૭૦ જેટલા તબીબો લડતમાં જાેડાયા છે. તબીબોની માંગ છે કે જુનિયર તબીબોની સેવા પણ લેવામાં આવે, કોવિડની ત્રીજી લહેરને લઈ સરકારી તંત્ર તાત્કાલિક આ લોકોની ભરતી કરે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે. તબીબોની હડતાલને પગલે ઓપીડી, આઈસીયુ સહિતની સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે.
સતત ત્રણ દિવસથી પોતાની માગને લઈ ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. તબીબો દ્વારા જુનિયર તબીબોની સેવા લેવાની માંગ કરવામાં આવી છે. તબીબોના વિરોધ પ્રદર્શનને લઈને ઓપીડી અને આઈસીયુ જેવી સેવાઓ પર અસર પડી રહી હોવાથી દર્દીઓ ભારે હાડમારીનો સામનો કરવા મજબુત બન્યા છે.