તબીબો પર ટીપ્પણી કરવા પર રામદેવ સામે એફઆઇઆર દાખલ
રાયપુર: તબીબો પર યોગ ગુરૂ બાબા રામદેવની વિવાદિત ટીપ્પણીઓનો મામલો જાેર પકડી રહ્યો છે ઇડિયન મેડિકલ એસોસિશેને બાબા રામદેવની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો છે.પોલીસને કરવામાં આવેલ ફરિયાદ પર હવે કાર્યવાહી થઇ છે. રાયપુરના સિવિલ સાઇનમાં બન જામીન કલમોમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે.એફઆઇઆર થયા બાદ બાબાની મુશ્કેલીઓ વધી શકે છે.
બાબા રામદેવની ટીપ્પણી પર વિવાદ થયો હતો આઇએમએ રાયપુરે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે તપાસ કરી હતી તપાસ બાદ પોલીસે મહામારી એકટ હેઠળ બિન જામીન કલમોમાં એફઆઇઆર દાખલ કરી છે.એ યાદ રહે કે આઇએમએ દેશભરમાં વિરોધ કરી રહ્યું હતું આ હેઠળ રાયપુરમં પણ વિરોધ થયો હો હવે બાબા રામદેવની મુશ્કેલીઓ વધી શકે છે.
રાયપુરમાં બાબા રામદેવની વિરૂધ્ધ પોલીસે આપદા પ્રબંધન એકટ હેઠળ અનેક કલમોમાં અપરાધ દાખલ કર્યો છે હકીકતમાં બાબા રામદેવની વિરૂધ્ધ ઇડિયન મેડિકલ એસોસિએશનના ડો રાકેશ ગુપ્તા સહિત અન્ય ડોકટરોએ સિવિસ લાઇન પોલીસ સ્ટેશનમાં કોરોના સંકટકાળમાં દવાઓને લઇ કરવામાં આવેલ વિવાદિત ટીપ્પણીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધાર પર બાબા રામદેવ ઉર્ફે રામકૃષ્ણ યાદવની વિરૂધ્ધ આપદા પ્રબંધન એકટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે
એ યાદ રહે કે છત્તીસગઢ એફઆઇઆરને લઇ હાલના સમયે ચર્ચામાં છે પૂર્વ મુખ્યમંત્રી ડો રમનસિંહ,ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા સહિત અનેક નેતાઓની ટુલકિટ મામલામાં એફઆઇઆર દાખલ થઇ ચુકયા છે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે નોટીસ પણ જારી કરવામાં આવી છે ડો રમન સિંહનું નિવેદન પણ દાખલ થઇ ચુકયું છે.