તબેટિયન બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ કોરોના વેક્સિન લીધી
ધર્મશાળા: તિબેટિયન બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે લીધો છે. અહીં ઝોનલ હોસ્પિટલમાં વેક્સિન લગાવ્યા પછી દલાઈ લામાએ ડોક્ટર્સ અને હેલ્થ-સ્ટાફનો આભાર માન્યો છે. તેમણે વેક્સિન લેવા માટે અન્ય લોકોને પણ અપીલ કરી છે.
સમગ્ર દેશમાં કોરોનાવાયરસને કારણે સ્થિતિ ખરાબ થતી જાય છે. અત્યારસુધીમાં ૨૪૦ દર્દીની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. આ નવો સ્ટ્રેન ખૂબ ખતરનાક છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે યુકે, બ્રાઝિલ અને અમેરિકા પણ આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આ નવા સ્ટ્રેનથી હવે એવા લોકોમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે
જેમની વિદેશ જવાની કોઈ હિસ્ટ્રી નથી.આ દરમિયાન મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. એક જ દિવસમાં સંક્રમણની સ્પીડમાં ૨૫૦%નો વધારો જાેવા મળ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૬,૪૬૭ લોકો રિકવર થયા છે અને ૫૩ લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં રાજ્યમાં ૨૧ લાખ ૯૮ હજાર ૩૯૯ લોકો સંક્રમિત થયા છે. એમાંથી ૨૦ લાખ ૫૫ હજાર ૯૫૧ લોકો સાજા થયા છે, જ્યારે ૫૨ હજાર ૩૯૩ દર્દીનાં મોત થયાં છે. ૮૮ હજાર ૮૩૮ દર્દીની સારવાર ચાલી રહી છે.