તમને કોરોના નથી થયો અને જો તમે વેકસિનેશન લીધી હોય તો પણ ચેતજો : વૈજ્ઞાનિકોનું નવું તારણ
નવી દિલ્હી, કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ હજુ પણ આખી દુનિયા માટે ખતરો છે. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ દ્વારા Omicron BA.1 પ્રકાર સામે કોવિશિલ્ડ રસીની અસરકારકતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, જે લોકોએ કોવિડશિલ્ડના બંને ડોઝ લીધા છે અને તેઓ પહેલા ક્યારેય ચેપનો શિકાર બન્યા નથી Omicron BA.1 વેરિઅન્ટ સામે તેમની ઇમ્યુનિટી બહુ ઓછી જોવા મળી છે. આવા લોકો કે જેઓ ચેપમાંથી સ્વસ્થ થયા હતા અને કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા તેઓને વધુ જોખમ હોવાનું જોવામાં આવ્યું હતું.
ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજી (ICMR-NIV) દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસ વહેલામાં વહેલી તકે બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત તરફ નિર્દેશ કર્યો હતો. આ સંશોધન માટે, કોવિશિલ્ડના બીજા ડોઝના 180 દિવસ પછી, 24 કોરોના સંક્રમિત વ્યક્તિઓના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે, 17 લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
જેમને કોરોના થયો ન હતો અને તેઓએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા. કોવિશિલ્ડના બંને ડોઝ લીધા પછી પણ આ લોકોમાં ઓમિક્રોન ચેપ જોવા મળ્યો હતો.
ત્રીજા જૂથમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા પછી SARS-CoV-2 ના સંપર્કમાં આવ્યા હતા. કોરોનાના સંપર્કમાં આવ્યાના 14-30 દિવસ પછી આ જૂથના લોકોના સીરમ નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી જીનોમ ફક્ત 21 કેસોમાં જ મેળવી શકાય છે.