તમામને કોરોનાની સારવાર કરાવવાની મંજૂરી આપી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામુ દાખલ કરીને પુછયુ છે કે આયુર્વેદ હોમ્યોપૈથી અને સિધ્ધા જેવા વેકલ્પિક દવાઓને કોવિડનીસારવાર માટે કંઇ રીતે અને કંઇ હદ સુધી મંજુરી છે. સુપ્રીમ કોર્ટે મૌખિક રીતે આ ટીપ્પણી કરી કે તમામને કોવિડ ૧૯ની સારવાર કરવાની મંજુરી આપી શકાય નહીં.
ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેચે કેરલ હાઇકોર્ટને ૨૧ ઓગષ્ટના આદેશની વિરૂધ્ધ દાખલ વિશેષ અનુમતિ અરજી(એસએલપી) પર સુનાવણી કરી રહી હતી.હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આયુષ ડોકટર કોવિડ ૧૯ની સારવાર માટે દવા કે ઘોલ આપવા માટે કહી શકે નહીં તે ફકત પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે આમ કરી શકે છે. આયુષ મંત્રાલયે છ માર્ચે જાહેરનામુ જારી કરી ખાસ કહ્યું હતું કે રાજય સરકાર, કોરોના વાયરસથી લડવા માટે હોમ્યોપૈથને પોતાના માટે પગલા ઉઠાવી શકે છે.
એક વકીલે હાઇકોર્ટનો દરવાજાે ખખડાવતા રાજય સરકારને આયુષ મંત્રાલયના જાહેરનામાનું અનુપાલન કરવાનો નિર્દેશ આપવાની વિંનતી કરી પરંતુ હાઇકોર્ટે કહ્યું કે આયુષ ડોકટર કોવિડની સારવાર માટે દવાઓ લખી શકે નહીં ફકત પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તે દવા લેવાનું સુચન આપી શકે છે.
બેંચે જાણવા માંગ્યુ કે શું આયુષ મંત્રાલયની આ સંબંધમાં દિશાનિર્દેશ છે.તેની અસર સમગ્ર ભારત પર પડશે બેંચે મૌખિક રીતે આ ટીપ્પણી કરી કે તમામને કોવિડની સારવાર કરવાની મંજુરી આપી શકાય નહીં. જયારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે હાઇકોર્ટનો આદેશ યોગ્ય છે.તેમણે આમ કરવું ન જોઇએ તેમણે કહ્યું કે એડવાઇઝરી જારી કરી એ કહી દેવામાં આવ્યું છે કે કયાં લક્ષણ પર વૈકલ્પિક મેડિસીનની મંજુરી છે.
તેમણે કહ્યું કે તે ગાઇડલાઇસ અદાલત સમક્ષ રજુ કરી દેશે ત્યારબાદ બેંચે સોલિસિટર જનરલને સોગંદનામા દ્વારા એ બતાવવા માટે કહ્યું કે આયુર્વેદ,હોમ્યોપૈથી અને સિધ્ધા જેવા વેકલ્પિક દવાઓને કોવિડની સારવાર માટે કંઇ રીતે અને કંઇ રદ સુધી મંજુરી છે.HS