તમામ કુશળતા હોવા છતાં નરગીસ ફકરી ફ્લોપ રહી
મુંબઈ, બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ખુબસુરત અને સેક્સી સ્ટાર નરગીસ પાસે વધારે ફિલ્મો હાથમાં આવી રહી નથી. જા કે તે હવે હોલિવુડ ફિલ્મોમાં ભાગ્ય અજમાવી રહી છે. કુશળ અભિનેત્રી તરીકેની સાબિતી તે કેટલીક ફિલ્મોમાં ભૂમિકા અદા કરીને આપી ચુકી છે.
જો કે તે હજુ આશાવાદી બનેલી છે. તે માત્ર ફિલ્મોમાં જ નહી બલ્કે જાહેરાત મારફતે પણ કમાણી કરી રહી છે. સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં આઇટમ સોંગમાં જારદાર પરફોર્મ કર્યા બાદ તેને ફિલ્મ અને જાહેરાત હવે વધારે મળી હતી. રોક સ્ટાર ફિલ્મમાં રણબીર કપુર સાથે કામ કરીને બોલિવુડમાં એન્ટ્રી કરનાર નરગીસને ફિલ્મો મળી રહી છે પરંતુ તે જાહેરાત પર વધારે ધ્યાન આપી રહી છે. સાથે સાથે ફિલ્મી કેરિયર પર ધ્યાન આપી રહી છે. આ જ કારણસર તે ઉદય ચોપડાની સાથે પણ સંબંધ તોડી ચુકી છે. અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે તે પણ મજબૂતી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. ચેક-પાકિસ્તાની મૂળની અભિનેત્રીએ એક બ્યુટી બ્રાન્ડ સાથે સમજૂતી કરી છે.
નરગીસ પાસે પહેલાથી જ પાંચ બ્રાન્ડની જાહેરાતો છે. દીપિકા અને પ્રિયંકા ચોપડા જેટલી રકમ નરગીસ જાહેરાતોની દુનિયામાં મેળવી રહી છે. બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે સાથે પણ તે કામ કરી ચુકી છે. નરગીસ માને છે કે બોલિવુડમાં તમામ કલાકારો માટે કામ છે. નરગીસ બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાના કારણે પરેશાન નથી. જા કે તે ભાષાની તકલીફ હજુ પણ ધરાવે છે. પ્રાપ્ત માહિતી મુજબ રિતેશ દેશમુખ સાથે તેની બેન્જા ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા બાદ તે બોલિવુડની સાથે સાથે હોલિવુડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.