તમામ બોન્ડેડ એમબીબીએસને ફરજ ઉપર હાજર થવા ફરમાન

બે દિવસમાં તમામ તબીબો ફરજ પર હાજર ન થાય તો એપેડમિક એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
અમદાવાદ, ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખુબ જ વણસી રહી છે, જેના કારણે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામકાજ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે એવી પણ માહિતી સામે આવી છે કે, રાજ્યની મોટા ભાગની હોસ્પિટલોમાં કોવિડ-૧૯ બેડ ફુલ થઇ ગયા છે. હવે આરોગ્ય કમિશન દ્વારા તમામ બોન્ડેડ એમબીબીએસ ડોક્ટરોને ફરજ પર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. જો બે દિવસમાં તમામ તબીબો ફરજ પર હાજર ન થાય તો એપેડમિક એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમામ બોન્ડેડ ડોક્ટરોને મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. આ હુકમ આરોગ્ય કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
અહિંથી રાજ્યના તામમ લોકોએ એ સમજવું જરૂરી બની ગયુ છે કે, રાજ્યમાં કોરોના મહામારી ફાટી નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે જ રાજ્ય સરકારે તમામ સ્મ્મ્જી ડોક્ટરોને બે દિવસમાં ફરજ પર હાજર થવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને હાઇપાવર કમિશનની મિટિંગ યોજાવાની છે જેમા કોરોના મહામારીની વકરતી પરિસ્થિતિ અંગે કોઇ મહત્વના ર્નિણય લઇ શકાય છે.SSS