Western Times News

Gujarati News

તમામ મોટી પોસ્ટ ઓફિસ પર રાખડી માટેના અલગ કાઉન્ટર

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સના આવાગમન બંધ હોવાથી ગણતરીના દેશોમાં જ રાખડી તથા પત્રો પહોંચાડી શકાશે

અમદાવાદ, કોરોનાની મહામારી ને લઈને દુનિયાના ઘણા દેશોમાં હજુ લોક ડાઉન અમલમાં છે જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ હજુ કાર્યરત કરવામાં આવી નથી. ત્યારે રક્ષાબંધનમાં વિદેશમાં વસતા ભાઈઓને બહેન રાખડી મોકલી શકે તેના માટે પોસ્ટ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય પોસ્ટ દ્વારા ચોક્કસ દેશોમાં સ્પીડ પોસ્ટ દ્વારા લેટર તથા રાખડી મોકલી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોસ્ટ કરવા માટે આવતી બહેનોને સરળતા રહે તેના માટે તમામ મોટી પોસ્ટ ઓફિસ ખાતે રાખડી માટેના અલાયદા કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ભારતીય પોસ્ટ દ્વારા નિશ્ચિત કરેલા દેશોમાં રાખડી પહોંચાડી શકાશે જ્યારે અન્ય દેશોમાં રાખડી પહોંચાડી શકાશે નહીં.

પોસ્ટ ઓફિસમાં સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ દેશોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ બંધ છે. જોકે કાર્ગો ની સેવા ચાલુ હોવાને કારણે સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવાનું શક્ય બની શકશે. જેના માટે જરૂરી ફોર્માલિટી પૂરી કરવાની રહેશે. પોસ્ટ ઓફિસના અધિકારીના જણાવ્યા મુજબ પત્ર કે પાર્સલ મોકલનાર એ પોતાના ફોટો આઈડેન્ટીટી કસ્ટમ ડેકલેરેશન સહિતની વિગતો રજૂ કરવાની રહેશે જો વિદેશમાં દવા મોકલવાની હોય તો તેના માટે ડોક્ટર નું પ્રિસ્ક્રીપ્શન પણ રજુ કરવું ફરજીયાત રહેશે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી ને લઈને જેટલા દેશો સાથે કાર્ગો કનેક્ટિવિટી છે કેટલા દેશોમાં પત્રો અને રાખડી તથા દવાઓ ના પેકેટ સરળતાથી મોકલી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કયા કયા દેશોમાં સ્પીડ પોસ્ટથી લેટર તથા રાખડી મોકલી શકાશે: ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રીયા, બાંગ્લાદેશ, બેલ્જિયમ, ભૂતાન, કેનેડા, ચીન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ ,હંગેરી, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, જોર્ડન કોરિયા, મેક્સિકો , મ્યાનમાર, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નોર્વે, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર ,સાઉથ આફ્રિકા, સ્વિડન, સ્વિટ્‌ઝર્લૅન્ડ ,થાઈલેન્ડ ,તુર્કી ,યુ કે, યુક્રેન, વિયેતનામ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.