તમામ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધનો અમલ જરૂરી

નવી દિલ્હી, ગ્રીન ફટાકડાના નામે જુના ફટાકડા વેચવાના મામલામાં સુપ્રીમ કોર્ટ આકરૂ વલણ અપનાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યુ છે કે, ફટાકડા પર પ્રતિબંધના કોર્ટના આદેશનુ પાલન તમામ રાજ્યોમાં થવુ જાેઈએ.
કોર્ટે કહ્યુ હતુ કે, ફટાકડાની લૂમો ફોડવા પર રોક લગાવાઈ છે પણ તમામ ઉત્સવોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, જીવના ભોગે તહેવારોની ઉજવણી કરવા માટે કોર્ટ પરવાનગી આપી શકે નહીં.
તહેવારોના સમયે લોકોને અવાજ કરનારા ફટાકડા ક્યાંથી મળે છે, ઉત્સવની ઉજવણી અવાજ નહીં કરનારા ફટાકડા ફોડીને પણ કરી શકાય છે. ભારે અવાજવાળા ફટાકડાને પરવાનગી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ફટાકડા કંપનીઓની પણ ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, અમે તમને પ્રતિબંધિત સામગ્રીઓનો ફટાકડામાં ઉપયોગ કરવાનુ તો બાજુ પર રહ્યુ પણ તેને ગોડાઉનમાં રાખવાની પરવાનગી પણ નહીં આપીએ.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ફટાકડામાં પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરવા બદલ ૬ ફટાકડા કંપનીઓને નોટિસ ફટકારી હતી. આ કંપનીઓ સામે વધુ સુનાવણી ૨૬ ઓક્ટોબરે રાખવામાં આવી છે.SSS