તમામ રાજ્યોમાં રજીસ્ટર્ડ દુકાનોને શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી
કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશભરમાં છેલ્લાં એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રાલયે શુક્રવારના રોજ રાત્રે દેશના લાખો દુકાનદારોને ખુશખબરી આપી દીધી. મંત્રાલયે એક આદેશ રજૂ કરીને શનિવાર સવારે પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજીસ્ટર્ડ દુકાનોને શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે.
Govt exempts all registered shops, including shops in residential complexes,neighbourhood shops and standalone shops,from revised consolidated lockdown restrictions. The relaxations are not applicable in hotspots and containment zones.
આ નિર્ણય અંગે ગુજરાતમાં રાજ્યસરકાર કોઈ મોટા નિર્ણય લેશે એ અંગે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કોરોના હોટસ્પોટ અને કંટેનમેંટ ઝોનમાં આવેલ દુકાનોને પણ ખોલવાની છૂટ મળી નથી. લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી સામાનવાળી દુકાનોને જ ખોલવાની મંજૂરી હતી. તેમાં રાશન, શાકભાજી અને ફળની દુકાનો સામેલ છે. એક મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના લીધે દુકાનો બંધ રહેવાથી વેપારીઓને કરોડોની નુકસાની થઇ ચૂકી છે.
દેશમાં લોકડાઉનની વચ્ચે આજથી દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ છે. ગૃહ મંત્રાલયે આજથી શરતોને આધિન દુકાનો ખોલવા માટે મંજૂરી આપી છે. તો કેન્દ્રની જાહેરાત સંબંધે રાજ્ય સરકાર આજે જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારે દેશવ્યાપી લૉકડાઉન લાગુ રાખીને 3 મે સુધી લંબાવ્યું છે. આ વચ્ચે ગૃહમંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે.
કેન્દ્ર દ્વારા શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરીનો મામલે આજે કેન્દ્રની જાહેરાત મુદ્દે રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે. આ મુદ્દે નીતિન પટેલે આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા દુકાનોને છૂટ આપવાનો મામલે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નોટિફિકેશન મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, નાગરિકોને ધીમેધીમે રાહત મળે તે જરૂરી છે.
રાજ્ય સરકાર નોટિફિકેશન પર વિચાર કરશે. નોટિફિકેશન પર CM સાથે ચર્ચા કરીશુ. CM નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાઇ શકે છે. ચીફ સેક્રેટરી, ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા થશે. હોટસ્પોટ-ક્લસ્ટર ક્વોરન્ટાઇન સિવાયના સ્થળો અંગે ચર્ચા થશે. રાજ્ય સરકાર પાસે કેન્દ્રની જાહેરાત અન્વયે નિર્ણય લેવાની સત્તા છે.
તમામ દુકાનો સંબંધિત રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થાપના અધિનિયમની અંતર્ગત રજીસ્ટર્ડ હોવી જોઇએ. રહેણાંક વિસ્તારોમાં આવેલી આ દુકાનોમાં વધુમાં વધુ 50 ટકા સ્ટાફને જ કામ કરવાની છૂટ છે. સાથો સાથ તેમણે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પણ પાલન કરવું પડશે. દુકાનમાં કામ કરનારાને માસ્ક પણ પહેરવું પડશે.