Western Times News

Gujarati News

તમારા કોઈ સગા લોનના ગેરંટર બનવા માટે કહે તો આ પહેલાં વાંચી લેજો

કોઈ વ્યક્તિ તમને પોતાની લોનના ગેરંટર બનવાનું કહે તો સંકોચ રાખ્યા વગર તેની આવક, જવાબદારીઓ અને અન્ય વિગતો જાણી લેવી જરૂરી છે, તેનો ક્રેડીટ સ્કોર, ક્રેડીટ રીપોર્ટ પણ તપાસો, આવી પૂછપરછ જરૂરી છે કારણ કે અંતે તમારે જ લોન ભરપાઈ કરવી પડે એવુુ બની શકે

તાજેતરના વર્ષોમાં બેંકીંગ વ્યવસાય અને વ્યવસ્થામાં મોટુ વિસ્તરણ જાેવા મળ્યુ છે. શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં ડીપોઝીટ મુકનારા અને ધીરાણ લેનારા એમ બંન્ને વર્ગમાં પણ વધારો થયો છે. બિઝનેસ માટે કે અંગત જરૂરીયાત માટે બેંક લોન લેનારાઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઈ છે.

સામાન્ય રીતે લોકોને લોન આપતા પહેલાં બેંકો (અથવા તો અન્ય ધિરાણવાળાઓ, જેવા કે નોન-બેકીંગ ફાયનાન્સ કંનીઓ) કોઈક પ્રકારની જામીનગીરી નો આગ્રહ રાખે છે. જેથી તેના પૈસા સલામત રહે. અને ધીરાણ લેનાર વ્યક્તિ કોઈક કારણોસર પૈસા ચુકતે ન કરી શક તો જામીન રખાયેલી મિલકત વેચીને પૈસા પાછા મેળવી શકાય. ઉપરાંત ધીરાણકર્તાઓ ગેંરટરના પણ આગ્રહ રાખતા હોય છે.

લોન આપનારી બેંકો કે કપનીઓ ખાસ કરીને એવા કિસ્સામાં ગેરંટરનો આગ્રહ રાખતી જણાય છે કે જ્યાં લોન લેનાર વ્યક્તિએ જે રકમ માટે અરજી કરી હોય એ તેની લાયકાતથી વધારે હોય. તેનો સિબિલ સ્કોર ૬પ૦થી ઓછો હોય. એ વ્યક્તિની ઉંમર મોટી હોય અથવા તો તેની નોકરી અસ્થિર પ્રકારની હોય. આવા કેસમાં બેંકને લાગે કે ધીરેલા પૈસા કદાચ પાછા ન મળે. એટલો માટે તે ગેરંટીનો આગ્રહ રાખે છે.

ગેરંટી અને ગેંરટર વિશે દરેક બેકના પોતપોતાના નિયમો હોય છે. જે એકમેકથી અલગ પડી શકે. પણ મૂળભૂત રીતે તેઓ એવા ગેંરંટરની આગ્રહ રાખતી હોય છે કે જેની આવક ઉંચી હોય અને જાે મૂળ લોન લેનાર વ્યક્તિ કરજ ચુકવી ન શકે તો ગેરંટર પૈસા પાછી આપી શકે.

આ સંદર્ભમાં આપણે એક વાત સમજવાની જરૂર છે. લોન લેનાર વ્યક્તિ માટે બેકને ગેરંટી આપના પહેલાં અત્યંત સાવધાન રહેજાે. ખાસ કરીનેેે એવી લોન હોય જે ઘર માટેે હોય અને એટલે તેની અવધિ ઘણી લાંબી (૧૦-૧પ-ર૦ વર્ષ) હોય અને રકમ ઘણી વધારે હોય. અનસિક્યોર્ડ પર્સનલ લોનના કિસ્સામાં પણ સાવધાની રાખવાની એટલી જ જરૂર છે. આજે આપણે આ વિશે થોડી લંબાણથી વાત કરીએ. જેથી તમે પૂરતો વિચાર કર્યા વગર ગેરંટી આપીને તકલીફમાં ન મુકાઈ જાઓ.

લોન લેનારા મૂળ કે સહિયારી વ્યક્તિ લોનની રકમ પરત કરવામાં ચુક કરે ત્યારે બેંકો પોતાના પૈસા પાછા મેળવવા માટે તેણે જે અસ્ક્યામતો ગીરવી મુકી હોય તે વેચશે. પણ જાે કોઈ કારણોસર એ શક્ય ન બને, (અસ્કયામત વેચવાથી મળતા પૈસા) અપૂરતા હોય અથવા તો કોઈક કાનૂની મુદ્દાને લીધે એ એસેટ વેચી શકાય તેમ ન હોય વગેરે જેવા કારણોસર તો બેક ગેરટરને નોટીસ મોકલીનેેે કહેશે કે તેણે લોનની બાકી રહેતી રકમ ચુકવી દેવી.

ઘણી વાર લોકો આ મામલાની ગંભીરતા સમજતા ન હોવાથી કાનૂની જાળમાં અટવાઈ જાય છે. આ પ્રકારનો કોઈપણ દસ્તાવેજ પર સહીસિક્કા કરતા અગાઉ તેમાં રહેલા જાેખમો સમજી લેવા જાેઈએ. જાે તમે કોઈ વ્યક્તિ માટેે ગેરંટી આપી જ હોય તો એ વ્યક્તિ નિયમિત રીતે લોનની ચુકવણી કરે છે કે નહી તે તમારે તપાસતા રહેવું જાેઈએ.

તેની નોકરી ચાલુ છે કે નહીં તે પણ ખાસ ચકાસવુ જાેઈએ. લોકડાઉન પછી એવું બનતુ વધારે જાેવા મળ્યુે છે. કે ઘણા લોકો તમને કહેશે કે એ ઘરથી કામ કરી રહ્યો છે. પણ ખરેખર તો તેમની નોકરી રહી જ નથી હોતી. ઉપરાંત જેણે પણ લોન લીધી હોય તે પોતાનો વીમો ઉતરાવે એવો આગ્રહ રાખવો જાેઈએ. જેથી જાે એ વ્યક્તિને કઈ થાય તો તમારી જવાબદારી ઓછી રહે.

લોન ગેરંટી આપવા પૂર્વે જે વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેવી ચાર વાતો અહીં આપી છેે.
(૧) કરજદારની પૈસા ચુકવવાની ક્ષમતા
કરજદાર લોન પાછી ચુકવી નહીં શકે એવી આશંકા જાે બેકને રહે તો એ ગેરંટરનો આગ્રહ રાખશે. એટલે કે કોઈ વ્યક્તિ તમને પોતાની લોનના ગેરંટર બનવાનું કહે તો સંકોચ રાખ્યા વિના તેની આવક, જવાબદારીઓ અને અન્ય વિગતો જાણી લેવી જરૂરી છે. તેનો ક્રેડીટ સ્કોર, ક્રેડીટ રીપોર્ટ પણ તપાસો.

તમને કદાચ એમ લાગે કે આ તો મારો મિત્ર કે સંબંધી છે. એને આવું કેમ પૂછાય?? આવુૃ વિચારીને અહીં તમે મોટી ભૂલ કરો છો.આવી પૂછપરછ જરૂરી છે કેમ કે અંતે તમારે જ લોન ભરપાઈ કરવી પડે એવુ બની શકે. જાે તમને તમારા પરિવારની ચિંતા હોય તો વિગતો મેળવવામાં શરમ નહીં રાખતા. અને જાે થોડોઘણો પણ સંશય રહે તો ગેરંટી આપવાની સ્પષ્ટ અને દ્રઢપણે ના પાડી દેવી જરૂરી છે.

(ર) તમારે લોન લેવી હોય તો ગેરંટી આપવાથી દૂર રહેવુ
જાે તમારો વિચાર ભવિષ્યમાં હાઉસિંગ, વ્હીકલ કે અંગત લોન લેવાની હોય તો અન્ય કોઈને ગંરંટી આપવાથી દૂર રહેવં સલાહભર્યુ છે.

કેમ કે જાે તમે કોઈને ગેરંટી આપી હોય તો બેક તમને જે લોન આપશે તેમાંથી ગેરંટીવાળી રકમ કાપી લેશે. અર્થાત તમને એટલી ઓછી લોન મળશે. જાે મૂળ કરજદાર ડીફોલ્ટ કરે તો તેનો ક્રેડીટ સ્કોર તો ઘટશે, સાથે સાથે તમારો ક્રેડીટ સ્કોર પણ ઘટી જશે. અને એટલે જ તમે જ્યારે લોન લેવા જાવ ત્યારે તમને લોન ઓછી મળશે અને વ્યાજ દર પણ વધુ લાગશે. એટલે કે ગંરંટી આપતા પહેલાં આ બધો અને લાંબાગાળાનો વિચાર કરવો આવશ્યક છે.

(૩) લોન પ્રોટેકશન વીમાનો આગ્રહ રાખો
તમે ગેરંટર બન્યા હો, પૈસા પુકવવાની નોટીસ આવે અને જાે તમે પૈસા ન ચુકવો તો બેંક તમને પણ ડીફોલ્ટ જાહેર કરશે એ એ પછી તમને કોઈ બેંક લોન આપશે નહી. એટલે કે જે રકમની લોન હોય એટલી રકમનો વીમો કરજદાર લે એનો આગ્રહ રાખો. અલબત, આમા ડીફોલ્ટ અટકશે તો નહીં પણ જાે કરજદારનું અવસાન થયા તો બેકને ચુકવવાનો પૈસા વીમામાંથી મળી રહેશે.

(૪) ઈન્ડેમ્નિટી એગ્રીમેન્ટ બનાવો
જાે કોઈને ગેરંટી આપવી જ પડે એમ હોય તો આવા સંજાેગોમાં કરજદાર સાથે એવું ઇન્ડમ્નિટી એગ્રીમેન્ટ કરો કે અગર તમારે તેના વતી પૈસા ચુકવવાનો સમય આવે તો તેણે એ પૈસા તમને ચુકતે કરવા પડે. આમ, કરશો તો તમારો બોજ ઓછો થશે પૈસા મળવામાં વખત લાગી શકે પણ એ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.