Western Times News

Gujarati News

તમારા બાળકોને આ ખવડાવો, યાદશક્તિ વધશે

જાંબુ, સ્ટ્રોબેરી, બ્લ્યુ બેરી, રાસબેરી, ચેરી, શેતુર, કરમદા, ક્રેનબેરી યાદશક્તિ વધારવા માટે જાણીતા છે.

ડાર્ક ચોકલેટનો દરેક ટુકડો હૃદયને સ્વસ્થ રાખવા અને મગજના ફંકશનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.

શાળાઓ હવે નિયમિત શરૂ થઇ ગઇ છે. પરંતુ કોરોના મહામારી દરમિયાન બાળકો ઘરમાંથી ઓનલાઇન અભ્યાસ કરતા હતા. તેવામાં બાળકોમાં શિસ્તતાની કમી થઇ ગઇ હતી અને રૂટિન લાઇફ ડિસ્ટર્બ થઇ ગઇ હતી જેની અસર યાદશક્તિ પર પણ જાેવા મળી છે. બાળકોના રોજિંદા આહારમાં અહીં આપેલા ખાદ્યપદાર્થો સામેલ કરવાથી યાદશક્તિ સુધરે છે.

ડાર્ક ચોકલેટઃ ડાર્ક ચોકલેટને હવે સુપરફૂડસમાં ગણતરી કરવામાં આવે છે. વિશેષજ્ઞોના અનુસાર,ડાર્ક ચોકલેટનો દરેક ટુકડો હૃદયને સ્વસ્થ રાખવા અને મગજના ફંરશનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. ન્યૂટ્રિશિયન અનુસાર, ડાર્ક ડોકલેટમાં વિવિધ પ્રકારના ફાઇબર અને મિનરલ્સ સમાયેલા હોય છે. જેવા કે લિક એસિડ, સ્ટેરિક એસિડ અને પામિટિક એસિડ.

ડાર્ક ચોકલેટમાં ઘણા કાર્બોનિત યોગિક જાેવા મળે છે, જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને શરીરમાં રક્તસંચારને વ્યવસ્થિત કરે છે. ડાર્ક ચોકલેટમાં સમાયેલ ફ્લેનોલ્સ બ્લડ પ્રેશરને ઓછું કરવો માટે જાણીતુ છે. તેમજ ે હૃદય અને મગજ સુધી પહોંચાડનારા રક્તને સ્વચ્છ કરે છે. જેથી હૃદયને સ્વસ્થ રાખાવમાં મદદ મળે છે. તે કેન્સરના ખતરાને પણ ઓછું કરવા માટે કારગર છે.

ઇંડાઃ ઇંડામાં પ્રોટીન પ્રચૂરમાં ત્રામા સમાયેલું છે. એટલું જ નહીં નિયમિત ખાવાથી મગજ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ઇંડામાં કોલિન નામનું તત્વ સમાયેલું હોય છે, જે મગજના વિકાસ અને ફંક્શનને તેજ કરે છે.

અખરોટઃ અખરોટમાં ઓમેગા- ૩ ફેટી એસિડ પ્રચૂર માત્રામાં સમાયેલા છે. જે મગજ માટે ગુણકારી માનવામાં આવે છે. અખરોટનો આકાર મગજ જેવો જ હોય છે. નિયમિત એક અખરોટનું સેવન કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે અને ડિપ્રેશન પણ દૂર કરવામાં સહાયક છે.

પાંદડાયુક્ત ભાજીઃ લીલીછમ, તાજી પાંદડાયુક્ત ભાજીઓનું સેવન કમજાેર પડેલી યાદશક્તિને વેગ આપે છે. તેમાં વિટામિન કે, લ્યૂટિન, પ્રોટીન, ફોલેટ અને બીટા કેરેટીન સમાયેલા હોય છે. જે મગજને સ્વસ્થ રાખવા માટે જાણીતા છે.

દેશી ઘીઃ સવારના નાસ્તા સાથે બાળકને એક ચમચો ઘીનું સેવન કરાવવું જાેઇએ. નિયમિત કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

ચિયા સીડસઃ ચિયા સડસ બહુ નાના બિયાં હોય છે જેનો રંગ કાળો અને સફેદ હોય છે. તે મેક્સિકોમાં થાય છે. તે એક પોષક તત્વ છે. ચિયોનો અર્થ જ તાકાત થાય છે. જે સેવન કરવનારાને ઊર્જા આપે છે.
ચિયા સીડસમાં પ્રચૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટસ સમાયેલા હોય છે. જે દિમાગ માટે ગુણકારી સાબિત થાય છે. રોજ એક ચમચો ચિયા સીડસને પાણીમાં રાતના ભીંજવી દેવા અને સવારે આ પાણીનું સેવન કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે.

કોળાનાં બિયાંઃ કોળાનું શાક અને સફેદ કોળાની મીઠાઇ પણ ગુણકારી છે. કોળાના બિયાનું સેવન યાદશક્તિ સુધારવા માટે કરવામાં આવતું હોય છે. કોળામાં ઝિન્ક પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. જે મેમરી પાવરને વધારે છે. સાથે સાથે તે વિચારવાની ક્ષમતાને પણ વધારે છે.

બ્રોકલીઃ મગજ માટે બ્રોકલી ફાયદાકારક સાબિત થાય છે. બ્રોકલીમાં ઓમેગા-૩ ફેટી એસિડ, ફ્લેવોનાઇડ, વિટામિન ઇ, આર્યન અને કોપર જેવા પોષક તત્વો સમાયેલા છે. જે મગજને તેજ કરવા અને કાર્યક્ષમતાને વધારવામાં મદદગાર સાબિત થાય છે.

ગ્રીન ટીઃ ગ્રીન ટી મગજ માટે ગુણકારી છે. તેમાં સમાયેલ કેફીન બ્રેન ફંક્શનને વદારે છે. તેના સેવનથી સતર્કતા, સ્મૃતિ અને ફોકસ કરવાની ક્રિાઓ ઝડપી થાય છે.

ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટસ જાેવા મળે છે. દિવસ દરમિયાન ૨-૩ કપ ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે. એના સેવનથી બોડી રિલેક્સ થાય છે. ઉપરાંત ઇમ્યુન સિસ્ટમને વધારે છે. તેમજ નિંદ્રા પણ સારી આવે છે.

દાડમઃ મેમરી શાર્પ કરવા માટે દાડમ પણ અસરકારક છે. દાડમમાં સૌથી વધુ અધિક પોષક તત્વ હોય છે. દાડમ ખાવાથી ફક્ત હેમોગ્લોબિન જ નહીં પરંતુ યાદશક્તિ પણ વધે છે.

જાંબુ, સ્ટ્રોબેરી, શેતુર, દ્રાક્ષ અને કરમદાઃ બેરી તરીકે ઓળખાતા જાંબુ, સ્ટ્રોબેરી, શેતુર, કરમદા, ક્રેનબેરી, બ્લ્યુ બેરી યાદશક્તિ વધારવા માટે જાણીતા છે. તેમાં મેગ્નીઝ, વિટામિન સી, વિટામિન કે અને ફાઇબર ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. બેરીમાં એન્ટી ઓક્સીડન્ટ ફ્લેવોનોએડ્‌સ સમાયેલું હોય છે. જે બ્રેન સેલ્સને મજબૂત કરે છે. મગજની શક્તિને વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.