તમારા શાસકોએ વધુ પડતી સત્તાઓ તો નથી લઈ લીધી ને? એ જાેતાં રહેજાે!
ભારતની સુપ્રિમકોર્ટ ના જજાેએ “રાજદ્રોહના કાયદા”ના થઈ રહેલા દૂરપયોગ ને લઈને અભિવ્યક્ત કરેલી નારાજગી થી આખરે રાજદ્રોહ નો કાયદો રદ થશે?!
નાગરિકોની આઝાદી ના હનન સામે તેની રક્ષા માટે કોર્ટે પ્રથમ હરોળમાં ઊભા રહેવું જાેઈએ-જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્ર્ચુડ
રાજદ્રોહ નો કાયદો બ્રિટિશ સરકારે લોકો ની અભિવ્યક્તિ ની આઝાદી અને પ્રજાકીય આંદોલનને કચડી નાખવા બનાવ્યો હતો તે કાયદો આજે શા માટે રદ કરી ના શકાય?- સુપ્રીમકોર્ટ નો વેધક સવાલ!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન. વી.રમના, જસ્ટિસ શ્રી એ.એસ બોપન્ના, જસ્ટિસશ્રી ઋષિકેશ રોયની છે ચોથી તસવીર સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચૂડની છે
પાંચ મી તસ્વીર સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી દિપકભાઈ ગુપ્તાની છે આ તમામ ન્યાયમૂર્તિશ્રીઓએ વર્તમાન સમયમાં દેશમાં સરકારી તંત્ર દ્વારા, સરકારી અધિકારીઓ દ્વારા, ઉચ્ચ કક્ષાની પોલીસ તપાસ એજન્સીઓ દ્વારા થઇ રહેલા કાયદાના દુરુપયોગ સામે ભારે નારાજગી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારનો કડક શબ્દોમાં ખુલાસો માગ્યો છે અને ઝાટકણી પણ કાઢી છે!
પરંતુ અદાલતોની ધારદાર ટીકા છતાં સરકારી તંત્રમાં કોઈ સુધારો ન જણાતા આખરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન. વી.રમનાની વડપણ હેઠળની બેન્ચમાં જસ્ટિસ શ્રી એ.એસ.બોપન્ના, જસ્ટિસ શ્રી ઋષિકેશ રોય ની ખંડપીઠે દેશના બ્રિટિશ સમયના રાજદ્રોહ ના કાયદા ના થઈ રહેલા અભૂતપૂર્વ દુરુપયોગ સામે આ કાયદો શા માટે રદ નથી કરતા કહીને રાજદ્રોહ ના કાયદા ની કલમ ૧૨૪(એ) ની બંધારણીયતા ને પડકારતી અરજી પર અવલોકન હાથ ધર્યું છે
અંગ્રેજાે એ જે આઝાદીની ચળવળો અને અભિવ્યક્તિની આઝાદી ને દાબી દેવા મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાની સામે કેસો કરતાં હતા આજે નીડર પત્રકારો અને કર્મશીલો સામે રાજદ્રોહ ના બિનજામીનપાત્ર ગુનામાં સંડોવી દેવાય છે!
કેન્દ્ર સરકાર તરફથી રાજદ્રોહ નો કાયદો ચાલુ રાખવો જાેઈએ અને માર્ગદર્શિકા જારી કરવી જાેઈએ તેવી એટર્નલ જનરલની દલીલ સામે સુપ્રીમ કોર્ટ તરત જ મુદ્દો ઉઠાવ્યો હતો કે આઇટી એક્ટ ની કલમ ૬૬નો દુરુપયોગ અંગે કોર્ટ ની તાકીદ છતાં ચાલુ રહ્યો છે! સુપ્રીમ કોર્ટનો રાજદ્રોહ કેસનો વ્યાપક અવલોકન જાેતા દેશની પ્રજા હવે “રાજદ્રોહ”ના કાયદામાંથી આઝાદી મળે એવી સંભાવના છે!
તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચુડ પડકારજનક સમયમાં મૌલિક અધિકારોના રક્ષણ માં સુપ્રીમ કોર્ટની ભૂમિકાના સંદર્ભે ગંભીરતાપૂર્વક કહ્યું છે કે “અમારી કોર્ટ ને સુનિશ્ચિત કરવું જાેઈએ કે નાગરિકોની આઝાદીના હનન સામે તેની રક્ષા માટે પ્રથમ હરોળ માં ઉભા રહે, એક દિવસ પણ આઝાદીનું આનંદ થાય તે પણ ગંભીર છે, વધારે છે”!! જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું છે કે “સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી ન્યાયતંત્ર નો એકટીવિઝમ નહીં પરંતુ કોઈ પણ કાર્યવાહી માનવ અધિકારનું હનન કરે, ત્યારે બંધારણના રક્ષક તરીકે એ ફરજ છે કે તેને અટકાવે”!!
જસ્ટીસ શ્રી ચંદ્રચુડ એવું પણ કહ્યું છે કે “માનવીય શંકટ વખતે કોર્ટ મૂકપ્રેક્ષક ન બની શકે”!! સુપ્રીમકોર્ટના જસ્ટિસ દીપક ભાઈ ગુપ્તાએ પણ રાજદ્રોહના કાયદાના દુરુપયોગ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી આ તમામ બાબતો જાેતા એવું કહી શકાય કે લોકો આઝાદીના મૂલ્ય અને લોકશાહી આદર્શ પ્રત્યે ઉદાસીન થઈ ગયા છે તેનો સરકારી તંત્ર ફાયદો ઉઠાવી રહ્યું છે ને ભ્રષ્ટાચાર કરી રહ્યું છે કે શું? (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
અમેરિકાના મહાન અને વિખ્યાત ન્યાયવિદ જસ્ટિસ શ્રી હોમ્સે સરસ કહ્યું છે કે “અભિવ્યક્તિની આઝાદી એટલે જેઓ આપણી સાથે સહમત છે તેમને માટે મુક્ત વિચાર એમ નહીં પણ જે વિચાર પ્રત્યે આપણને નફરત છે તેને માટે સ્વાતંત્ર્ય”!! અમેરિકાના પ્રમુખ અને પૂર્વ લશ્કરી અધિકારી વિલિયમ હેન્રી એ કહ્યું છે કે “તમારા શાસકોએ વધુ પડતી સત્તા તો નથી લઈ લીધી ને એ જાેતા રહેજાે તો તમારી આઝાદી ખતરામાં નહીં પડે”!!
પ્રજાસત્તાક ભારતના નેતાઓ અધિકારીઓ દેશના મહાન બંધારણને નામે સોગંદ લઈને સત્તા પર આવે છે અને પછી એ જ બંધારણીય મૂલ્યો અને કાયદાના શાસનનો ભંગ કરે છે! ત્યારે ન્યાય ધર્મ નું નેતૃત્વ કરતી દેશની અદાલતો અને ભારતની સુપ્રીમ કોર્ટ મોટાભાગે નાગરિક સ્વાતંત્ર્ય, બંધારણીય મૂલ્યો અને લોકશાહી આદર્શોની રખેવાળી કરી છે પરંતુ નેતાઓ શું કરી રહ્યા છે તે વિચારવા જેવી બાબત છે