તમાલપત્ર સળગાવીને ઘરમાં રાખો, પછી જુઓ તેનાથી થતા ફાયદા જાણી ચોંકી જશો
ખાસ કરીને ભારતીય મસાલામાં તમાલપત્રનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જેના ઉપયોગથી શાક કે અન્ય વાનગીનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે. જ્યારે તમાલપત્ર શાકનો સ્વાદ બમણો કરે છે. જ્યારે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઇએ કે તમાલપત્ર ફક્ત આ વસ્તુઓ માટે જ નહીં પરંતુ તમાલ પત્ર ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જોઇએ કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘણા લોકો તેમના ઘરને સુગંધિત રાખવા માટે બજારમાં મળતા અલગ-અલગ રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. પરંતુ આ મોંઘી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ તમે તમાલ પત્રનો ઉપયોગ કરી શકો છો. જેના ઉપયોગથી તમે ઘરમાં સુગંધ ફેલાવી શકો છો.
તમાલપત્રનો ઉપયોગ કરવાની રીત ઃ – રૂમમાં કે ઘરમાં તમાલપત્રને સળગાવી દો. તેને સળગાવવા પર જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી હોય છે – પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામમા કરવામાં આવી રહ્યો છે. તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર ફક્ત ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી દિમાગ પણ શાંત રહે છે. –
તે સિવાય તમાલપત્ર વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે. – જો તમે વધારે પ્રમાણમાં ટેન્શનમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથી તમને તરત શાંતિ મળશે. – જેનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે. – તમાલપત્રનો ધુમાડો જ્યારે શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય છે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. – તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે.