તમિલનાડુમાં બસ અને લોરી વચ્ચે ટક્કર, ૨૦ લોકોનાં મોત, અનેક ઘાયલ
ચેન્નઈ, તમિલનાડુ ના અવિનાશીમાં ગુરુવાર સવારે મોટી માર્ગ દુર્ઘટના બની છે. બસ અને લોરીની ટક્કરમાં ૨૦ લોકોનાં મોત થયા છે જ્યારે ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણકારી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને મહામહેનતે બસમાંથી બહાર કાઢ્યા અને હાસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતી જાણકારી મુજબ, બેંગલુરુથી કોચ્ચિ જતા સમયે કેએસઆરટીસીની બસ ગુરુવારની સવારે તમિનાડુના અવિનાશીમાં લારી સાથે ટકરાઈ ગઈ. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસનો આગળનો હિસ્સો પૂરી રીતે લારીની નીચે આવી ગયો.આ દુર્ઘટનામાં બસની આગળ બેઠેલા ૨૦ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. આ દુર્ઘટનામાં ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ દુર્ઘટનાના કારણોની તપાસમાં લાગી ગઈ છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બસ ૪૮ સીટર હતી અને પૂરી ભરેલી હતી.
મળતા અહેવાલ મુજબ જે સમયે આ દુર્ઘટના બની તે સમયે બસમાં લોકો સૂઈ રહ્યા હતા, જેના કારણે બસમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.અવિનાશી હાસ્પિટલમાં રાખવામાં આવ્યા છે મૃતદેહ દુર્ઘટનામાં માર્યા ગયેલા ૧૪ લોકોનાં મૃતદેહોને અવિનાશીની સરકારી હાસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જ્યારે ૩ મૃતદેહોને તિરુપ્પુરની સરકારી હાસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. એક મૃતદેહ વિશે કોઈ પણ જાણકારી નથી મળી. ગુરુવાર સવારે ક્રેન દ્વારા બસ અને લારીને હાઈવે પરથી હટાવવાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે ઉડા શોકની લાગણી વ્યકત કરી છે.