તમિલનાડુમાં કમલા હેરિસના ગામમાં જીતની ઉજવણી કરાઇ
તિરૂવરૂવર, અમેરિકાથી હજારો મીલ દુર દક્ષિણ ભારતના દુરના એક ગામમાં અમેરિકી ચુંટણીમાં કમલા હેરિસની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. તમિલનાડુના તિરૂવરૂવરના ગામ થુલાસેંદ્રાપુરમમાં લોકો રંગોલી બનાવી રહ્યાં છે કમલા હેરિસના ફોટા સાથે લઇ ખુબ આતશબાજી કરવામાં આવી રહી છે.
હકીકતમાં આ તે ગામ છે જયાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ બનવા જઇ રહેલ કમલા હેરિસની માતા શ્યામલા ગોપાલન રહેતી હતી શ્યામલા ગોપાલન માત્ર ૧૯ વર્ષની ઉમરમાં ભારતથી અમેરિકા ચાલી ગઇ હતી.હવેં ૧૫૦ ઘરોના આ ગામમાં કમલાની જીતની ઉજવણી કરાઇ રહી છે.
આ ગામની ધરની બહાર રંગોલી બનાવવામાં આવી અને લખવામાં આવ્યું અભિનંદન કમલા હેરિસ તમે અમારા ગામનું ગર્વ છો વનકકમ અમેરિકા,આ ગામના લોકોફે ફટાકડા સળગાવ્યા અને મિઠાઇઓ વિતરીત કરવાની સાથે જ કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા.
દિલ્હીમાં રહેતા કમલા હેરિસના મામા ગોપાલલન બાલાચંદ્રન પણ ખુબ ખુશ છે તેમનું કહેવુ છે કે તે પોતાની ભાણીમાં સોગંદગ્રહણ સમારોહમાં સામેલ થવા જરૂર જશે કમલાની જીત પર બાલાચંદ્રનનું કહેવુ છે કે મને કમલા હેરિસ પર ખુબ ગર્વ છે હું તેને તાકિદે ફોન કરી શુભકામના પાઠવીશ જયારથી તેની જીતના સમાચાર આવ્યા છે ત્યારથી મને સતત ફોન આવી રહ્યાં છે. હું અને કમલાના પરિવારના અન્ય સભ્યો આગામી વર્ષ જાન્યુઆરીમાં યોજાનાર તેમના સોગંદવિધિ સમારોહમાં સામેલ થવા જશે મામાનું કહેવુ છે કે તેમની પુત્રી પહેલા જ કમલા હેરિસની મદદ કરવા માટે અમેરિકામાં છે અમે બધા અમેરિકા જઇશું.
કમલા હેરિસની મામી ડો સરલા ગોપાલને કહ્યું કે અમે હંમેશા કમલા હેરિસને એક સારી બાળકીના રૂપમાં મોટા થતા જોઇ છે.તેણે જે કર્યું તે ખુબ સારૂ હતું અને તેણે તે હાંસલ કર્યો જે તે કરવા ઇચ્છતી હતી.HS